Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > સાઉથ મુંબઈ અને ભાયખલા વચ્ચે ૮૦૫ કરોડના ખર્ચે બનશે ફ્લાયઓવર

સાઉથ મુંબઈ અને ભાયખલા વચ્ચે ૮૦૫ કરોડના ખર્ચે બનશે ફ્લાયઓવર

Published : 28 October, 2026 09:28 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ ફ્લાયઓવર ૨૦૨૮ સુધીમાં પૂરો કરવાનો ટાર્ગેટ રાખવામાં આવ્યો છે. 

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (CSMT) અને લાલબાગ વચ્ચે વધુ સારી કનેક્ટિવિટી પૂરી પાડવા ૮૦૫ કરોડ રૂપિયાનો ફ્લાયઓવર પ્રોજેક્ટ આકાર લઈ રહ્યો છે. ભાયખલા નજીક વિવિધ વાયાડક્ટ પર એનું નિર્માણ થવાનું છે. આ ફ્લાયઓવર ૨૦૨૮ સુધીમાં પૂરો કરવાનો ટાર્ગેટ રાખવામાં આવ્યો છે. 

આ પ્રોજેક્ટનો ઉદ્દેશ બન્ને દિશામાં ટ્રાફિકની અવરજવર સુધારવાનો છે. એમાં દક્ષિણ મુંબઈ તરફ જતો ટ્રાફિક અને લાલબાગ સુધી ઉત્તર તરફ જતો ટ્રાફિક સામેલ છે. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)ના એક અધિકારીના જણાવ્યા અનુસાર આ પ્રોજેક્ટનો હેતુ CSMT અને લાલબાગ વચ્ચે અવિરત કનેક્ટિવિટી પૂરી પાડવાનો અને સાથે જ આ રૂટ પર થતી ટ્રાફિકની સમસ્યાને ઉકેલવાનો છે. BMC દક્ષિણ મુંબઈમાં, ખાસ કરીને લાલબાગ અને ભાયખલા આસપાસ ટ્રાફિકની ભીડ ઘટાડવા માટે ૧.૨ કિલોમીટર લાંબો કેબલ-સ્ટેય્ડ ફ્લાયઓવર બનાવી રહ્યું છે. આ પ્રોજેક્ટનો ખર્ચ ૮૦૫ કરોડ રૂપિયા છે અને એને ૨૦૨૮ની ૩૧ ડિસેમ્બર સુધીમાં પૂરો કરવાનું આયોજન છે. 



ભાયખલાના Y બ્રિજથી જે. જે. ફ્લાયઓવર સુધીનું જોડાણ
આ પ્રોજેક્ટ મુખ્ય જંક્શનો પરના હાલના રોડ-ઇન્ફ્રાસ્ટ્રક્ચરને કનેક્ટ કરશે. આ ફ્લાયઓવર ભાયખલા ખાતેના હાલના Y બ્રિજને જે. જે. ફ્લાયઓવર સાથે જોડશે, જેમાં ખડા પારસી જંક્શન પાસેના ફ્લાયઓવર સાથેનું જોડાણ પણ સામેલ હશે. આ આયોજિત જોડાણ દક્ષિણ મુંબઈના આ વ્યસ્ત વિસ્તારમાં માર્ગ-કનેક્ટિવિટી સુધારવાના પ્રયાસનો એક ભાગ છે. આયોજિત લેઆઉટમાં જે. જે. તરફ ૪૮૧.૩ મીટરનો વાયાડક્ટ, ૨૩૦ મીટરનો કેબલ-સ્ટેય્ડ વિભાગ, Y બ્રિજની નજીક પશ્ચિમ બાજુએ ૨૬૬.૮ મીટરનો વાયાડક્ટ અને પૂર્વ બાજુએ ૧૫૬.૮ મીટરનો વાયાડક્ટ સામેલ છે. આ તમામ વિભાગો મળીને પ્રસ્તાવિત ફ્લાયઓવરનું માળખું બનાવે છે. બાંધકામમાં રૅમ્પ અને રસ્તાનાં કામોનો સમાવેશ થાય છે


Whatsapp-channel Whatsapp-channel

28 October, 2026 09:28 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK