રવિવારે સવારે બારાવે ગામમાં પડેલા કચરાના ઢગલા પાસેથી પસાર થતા લોકોને નાના બાળકના રડવાનો અવાજ આાવ્યો હતો
કલ્યાણમાં નવજાત બાળકીને કચરાના ઢગલામાં ત્યજી દેવાઈ
કલ્યાણ-પશ્ચિમના બારાવે ગામમાં કચરાના ઢગલામાંથી ગૂણીમાં લપેટાયેલી હાલતમાં નવજાત બાળકી મળી આવી હતી. નવજાત બાળકીને સ્થાનિકોએ બચાવીને પોલીસને સુપરત કરી છે.
રવિવારે સવારે બારાવે ગામમાં પડેલા કચરાના ઢગલા પાસેથી પસાર થતા લોકોને નાના બાળકના રડવાનો અવાજ આાવ્યો હતો. તપાસ કરતાં તેમને કોથળામાં લપેટાયેલી નવજાત બાળકી મળી આવી હતી. સ્થાનિકોએ તરત જ બાળકીને કોથળામાંથી કાઢીને ખડકપાડા પોલીસને સોંપી હતી. પોલીસે તેને કલ્યાણની રૂક્ષ્મણિબાઈ હૉસ્પિટલમાં સારવાર માટે મોકલી આપી હતી. ડૉક્ટરોએ બાળકી સ્વસ્થ હોવાનું જણાવતાં તેને વસંત વૅલી આરોગ્ય કેન્દ્રમાં મોકલી આપવામાં આવી છે.
ADVERTISEMENT
પુત્રી હોવાને કારણે અથવા અનૈતિક સંબંધો હોવાને કારણે નવજાત બાળકીને તરછોડાઈ હોય એવી શંકા વ્યક્ત કરીને ખડકપાડા પોલીસે બાળકીનાં માતા-પિતાની શોધ શરૂ કરી છે.

