થોડા સમય પહેલાં ભિવંડીમાં ૬૫ વર્ષની એક મહિલા પર બળાત્કાર કરીને તેની હત્યા કરવાની ઘટના સામે આવી હતી
પ્રતીકાત્મક તસવીર
થોડા સમય પહેલાં ભિવંડીમાં ૬૫ વર્ષની એક મહિલા પર બળાત્કાર કરીને તેની હત્યા કરવાની ઘટના સામે આવી હતી. મહિલાનો મૃતદેહ ખેતરમાંથી મળી આવ્યો હતો. સ્થાનિક લોકોએ પોલીસને જાણ કરતાં ગણેશપુરી પોલીસ-સ્ટેશનની એક ટીમે ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી અને મૃતદેહને પોસ્ટમૉર્ટમ માટે મોકલી આપ્યો હતો. મહિલાના ગળામાં પાંચથી છ તોલાના સોનાના દાગીના હોવાથી હત્યા પાછળ ચોરીનો હેતુ નહોતો એમ પોલીસ-અધિકારીએ જણાવ્યું હતું. આ કેસમાં પ્રાથમિક તપાસ કરીને એક વ્યક્તિની અટકાયત કરવામાં આવી છે અને તેની સામે બળાત્કાર તથા હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો હોવાનું પોલીસે જણાવ્યું હતું.


