દીક્ષા જોશીએ મોસ્ટ અવેઇટેડ અને મોસ્ટ પૉપ્યુલર ફિલ્મ `ધડક 2`માં પોતાની ભૂમિકાથી બલિવૂડમાં પણ પોતાની એક આગવી ઓળખ બનાવી રહી છે. ફિલ્મ રિલીઝને એક અઠવાડિયું થઈ ગયું છે.
તસવીર સૌજન્ય ઈન્સ્ટાગ્રામ
દીક્ષા જોશીએ મોસ્ટ અવેઇટેડ અને મોસ્ટ પૉપ્યુલર ફિલ્મ `ધડક 2`માં પોતાની ભૂમિકાથી બલિવૂડમાં પણ પોતાની એક આગવી ઓળખ બનાવી રહી છે. ફિલ્મ રિલીઝને એક અઠવાડિયું થઈ ગયું છે. 1 ઑગસ્ટના રોજ આ ફિલ્મ સિનેમાઘરોમાં રિલીઝ કરવામાં આવી હતી અને ફિલ્મ જોઈને ચાહકોમાં એક અલગ જ ઉત્સાહ પણ જોવા મળી રહ્યો છે.
દીક્ષા જોશીએ આ ફિલ્મની રિલીઝ પહેલા પોતાના ઑફિશિયલ ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર ફિલ્મનું મોશન પોસ્ટર, ટ્રેલર પણ શૅર કર્યું હતું. આ સિવાય તેણે એક ભાવુક નોટ પણ શૅર કરી.
ADVERTISEMENT
દીક્ષા જોશીએ પોતાની આ સોશિયલ મીડિયા પોસ્ટમાં લખ્યું કે, "બધી લવસ્ટોરીઝ સરળ નથી હોતી. પ્રસ્તુત છે સિદ્ધાંત ચતુર્વેદી અને તૃપ્તિ ડિમરી અભિનીત ધડક 2. શાઝિયા ઈકબાલ દ્વારા નિર્દેશિત." દીક્ષા જોશીએ આ પ્રૉજેક્ટ સાથે જોડાવા બાદ અને પ્રૉજેક્ટનો ભાગ બનવા માટે આભાર તો માન્યો જ છે પણ સાથે આનંદ વ્યક્ત કરતાં કહ્યું, "પ્રેમાળ, દયાળુ લોકો સાથે કામ કરવાની તક મળી. એક એવો પ્રૉજેક્ટ જે મારા મનની ખૂબ જ નજીક છે."
View this post on Instagram
`ધડક 2`માં તૃપ્તિ ડિમરી અને સિદ્ધાંત ચતુર્વેદી મુખ્ય ભૂમિકાઓમા છે, જે અલગ-અલગ સામાજિક પૃષ્ઠભૂમિ સાથે જોડાયેલા પાત્રો નિભાવી રહ્યા છે. આ ફિલ્મ જાતિ-આધારિત ભેદભાવના બળબળતાં મુદ્દાને ઉઠાવે છે અને આની સ્ટોરીમાં ઊંડાણ અને સામાજિક પ્રાસંગિકતાને જોડે છે. શાઝિયા ઇકબાલ દ્વારા નિર્દેશિત, આ ફિલ્મ મોટા પડા પર એક નવો દ્રષ્ટિકોણ અને જબરજસ્ત વાર્તા રજૂ કરે છે.
સિદ્ધાંત ચતુર્વેદી અને તૃપ્તિ ડિમરીની ફિલ્મ ધડક-2 ને IMDb રેટિંગ 7.5 છે. ફિલ્મને ખૂબ જ સકારાત્મક પ્રતિસાદ મળ્યો છે, જાણો આ ફિલ્મે અત્યાર સુધીમાં કેટલા કરોડની કમાણી કરી છે.
ધડક-2 એ આ ફિલ્મોનો રેકોર્ડ તોડી નાખ્યો
શાઝિયા ઇકબાલ દ્વારા દિગ્દર્શિત આ રોમેન્ટિક થ્રિલર ફિલ્મ સિદ્ધાંત ચતુર્વેદીની અત્યાર સુધીની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની ગઈ છે. અહીં આપણે એવી ફિલ્મો વિશે વાત કરી રહ્યા છીએ જેમાં સિદ્ધાંત મહત્વપૂર્ણ અથવા મુખ્ય ભૂમિકાઓ ભજવતો જોવા મળ્યો છે. જો આપણે `ગલી બોય` ને છોડી દઈએ, તો ધડક-2 એ ભારતીય બોક્સ ઓફિસ પર સિદ્ધાંત ચતુર્વેદીની `બંટી ઔર બબલી 2` (12.50 કરોડ), ફોન ભૂત (14.01 કરોડ) અને યુદ્ધ (11.31 કરોડ)ના આજીવન કમાણીના રેકોર્ડ તોડી નાખ્યા છે. તેણે તૃપ્તિ ડિમરીની ફિલ્મનો રેકોર્ડ પણ તોડી નાખ્યો છે.
જાહ્નવી કપૂરે `ધડક` ફ્રેન્ચાઇઝીના પહેલા ભાગથી બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો, જેમાં તેણીએ ઇશાન ખટ્ટર સાથે અભિનય કર્યો હતો. મૂળ ફિલ્મ નાગરાજ મંજુલે દ્વારા દિગ્દર્શિત મરાઠી બ્લોકબસ્ટર `સૈરાટ` નું રૂપાંતરણ હતું. સામાજિક મુદ્દાઓની પૃષ્ઠભૂમિ સામે યુવાન પ્રેમના ચિત્રણ માટે `ધડક` એ ખૂબ જ ધ્યાન અને પ્રશંસા મેળવી હતી.

