ડોંગરી હિલ્સનાં સેંકડો ઝાડ કાપીને બનનારા મેટ્રોના કારશેડનો વિરોધ
રવિવારે ભાઈંદરમાં મોટી સંખ્યામાં સ્થાનિકોએ માનવસાંકળ રચી હતી
મેટ્રોના પ્રસ્તાવિત કારશેડ માટે ડોંગરી હિલ્સનાં સેંકડો ઝાડ કાપવામાં આવશે જેનો વિરોધ કરવા માટે રવિવારે ભાઈંદરમાં મોટી સંખ્યામાં સ્થાનિકોએ માનવસાંકળ રચી હતી. સ્થાનિક માછીમારો, વિદ્યાર્થીઓ, વરિષ્ઠ નાગરિકો તેમ જ ધાર્મિક હસ્તીઓ ઉપરાંત અનેક લોકોએ આ પ્રદર્શનમાં ભાગ લીધો હતો. સ્થાનિકોના વિરોધ છતાં ખોટા રિપોર્ટ્સ રજૂ કરીને ડોંગરીમાં સરકારી જમીન પર મેટ્રોનો કારશેડ બની રહ્યો છે. જેના માટે ૮૩૨ ઝાડ કાપવાનો આદેશ મ્યુનિસિપલ કમિશનરે આપી દીધો છે. ડોંગરી, મીરા-ભાઈંદર, દહિસર-ઈસ્ટ, ગુંદવલી અને ઍરપોર્ટને જોડતી મેટ્રો લાઇન ૭, ૭-એ અને ૯ માટે અહીં કારશેડ બનાવવાની યોજના છે.

