મુંબઈમાં નક્કી કરાયેલાં બે ગોડાઉનમાં EVM પહોંચાડ્યા બાદ ચૂંટણી સુધી હાઈ સિક્યૉરિટી હેઠળ એ EVMને સાચવી રાખવામાં આવશે.
પ્રતીકાત્મક તસવીર
બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)ની ચૂંટણી માટે ઇલેક્ટ્રૉનિક વોટિંગ મશીન (EVM) હૈદરાબાદથી મગાવવામાં આવ્યાં છે. ૨૫,૦૦૦ EVM લઈને ૪૦ ફુટની ૧૮ ટાયરવાળી ૨૮ ટ્રક હૈદરાબાદથી રવાના થઈ ચૂકી છે. BMCની ચૂંટણીની તારીખ હજી જાહેર થઈ નથી, પરંતુ ૩૧ જાન્યુઆરી પહેલાં ચૂંટણી યોજવાના સુપ્રીમ કોર્ટના આદેશને પગલે અત્યારથી તૈયારીઓ શરૂ કરવામાં આવી છે.
EVMને એક શહેરમાંથી બીજા શહેરમાં પહોંચાડવા માટે અનેક પ્રોટોકૉલ ફૉલો કરવા પડે છે. એક સાથે પાંચ ટ્રકોનો કાફલો રવાના કરવામાં આવે છે. દરેક ટ્રકની સાથે તહેસીલદાર લેવલના એક અધિકારી અને પોલીસ-પ્રોટેક્શન હોય છે. એક ટ્રક માટે જે અધિકારીઓને ડ્યુટી આપવામાં આવી હોય તેમને ફરી ડ્યુટી આપવામાં આવતી નથી. આગળ-પાછળ એસ્કોટ-વેહિકલ પણ રહે છે. મુંબઈમાં નક્કી કરાયેલાં બે ગોડાઉનમાં EVM પહોંચાડ્યા બાદ ચૂંટણી સુધી હાઈ સિક્યૉરિટી હેઠળ એ EVMને સાચવી રાખવામાં આવશે.


