શ્રીલંકાના દરિયાકિનારા રિસૉર્ટમાંથી તેણે હૉલિડે એન્જૉય કરતા ફોટો શૅર કર્યા હતા
તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા
ભારતનો સ્ટાર બૅટર શ્રેયસ ઐયર બરોળની ઇન્જરી બાદ હાલમાં રિકવરીની પ્રક્રિયામાંથી પસાર થઈ રહ્યો છે. ઑસ્ટ્રેલિયાના સિડનીથી મુંબઈ પરત ફર્યા બાદ તેણે હાલમાં જ જિમમાં ટ્રેઇનિંગ શરૂ કરી હતી. શ્રીલંકાના દરિયાકિનારા રિસૉર્ટમાંથી તેણે હૉલિડે એન્જૉય કરતા ફોટો શૅર કર્યા હતા. તેને સંપૂર્ણ ફિટ થતાં હજી એક-બે મહિના લાગશે એવું અનુમાન છે.


