સોમવારથી શુક્રવાર સુધી રોજની ટ્રિપ ૨૬૫થી વધારીને ૨૯૨ અને શનિવારની ૨૦૯થી વધારીને ૨૩૬ કરવામાં આવશે
મેટ્રો ૩
મુંબઈ મેટ્રો રેલ કૉર્પોરેશન (MMRC)એ ગઈ કાલે જાહેરાત કરી હતી કે મેટ્રો 3 (ઍક્વાલાઇન) પર સોમવારથી વધારાની ટ્રેન-સર્વિસ શરૂ કરવામાં આવશે. નૉર્થ અને સાઉથ મુંબઈને જોડતી આ મેટ્રો પર સર્વિસમાં વધારો થવાથી રોડ-ટ્રાફિક અને સબર્બ રેલવે પરનું પ્રેશર ઓછું થવાની સાથે મુસાફરોને પણ રાહત મળશે.
MMRCએ બહાર પાડેલા નોટિફિકેશનની માહિતી પ્રમાણે સોમવારથી શુક્રવાર સુધી મેટ્રો 3 પર રોજની ટ્રિપ અગાઉની ૨૬૫થી વધીને ૨૯૨ થશે, જ્યારે શનિવારની સર્વિસની સંખ્યા પણ ૨૦૯ ટ્રિપથી વધારીને ૨૩૬ કરવામાં આવશે. રવિવારનું ટાઇમટેબલ જે છે એ જ રહેશે અને અત્યારે ચાલતી ૧૯૮ ટ્રિપની સંખ્યા યથાવત્ રહેશે.


