એક્સચેન્જના જણાવ્યાનુસાર આ હસ્તીઓ BSEના કોઈ પણ મેમ્બરની અધિકૃત વ્યક્તિ નથી
ફાઈલ તસવીર
બૉમ્બે સ્ટૉક એક્સચેન્જ (BSE)એ રોકાણકારોને એક અખબારી યાદી દ્વારા જણાવ્યું છે કે નીચે જણાવાયેલી હસ્તીઓ કથિત રીતે રોકાણકારો પાસેથી ભંડોળ પ્રાપ્ત કરવા સહિત ડબ્બા ટ્રેડિંગ, ગેરકાયદે વેપાર જેવી પ્રવૃત્તિઓમાં સંડોવાયેલી છે જેથી તેમનાથી સાવચેત રહેવું જોઈશે. આ બે હસ્તીઓમાં (૧) ટ્રેડ પાવર, સંદીપ શર્મા, જતીન શર્મા, સંપર્ક, 92665 58299 અને વૉટ્સઍપ અને ફેસબુક પર ઉપસ્થિતિ અને (૨) મહાલક્ષ્મી ટ્રેડિંગ, સંપર્ક 62652 23031 અને વૉટ્સઍપ અને ફેસબુક પર ઉપસ્થિતિનો સમાવેશ થાય છે.
એક્સચેન્જના જણાવ્યાનુસાર આ હસ્તીઓ BSEના કોઈ પણ મેમ્બરની અધિકૃત વ્યક્તિ નથી. તેમની સાથેના કોઈ પણ વ્યવહાર વિશે એક્સચેન્જના કાર્યક્ષેત્ર હેઠળના રોકાણકાર રક્ષણના કે ફરિયાદ નિવારણના લાભ મળી શકશે નહીં.

