નાલાસોપારામાં રહેતા આ પરિવાર માટે ડૉક્ટરે કહેલા ખર્ચને પહોંચી વળવું અસંભવ છે અને ડૉક્ટરના કહેવા પ્રમાણે સારવાર મળે તો તેના કૅન્સરનો ઇલાજ સંભવ છે
હર્ષિલ પંડ્યા
નાલાસોપરામાં રહેતા ઉમેશ પંડ્યાના પરિવારના માથે અત્યારે આભ ફાટવા જેવી સ્થિતિ છે. ગયા વર્ષે કૅન્સરની ટ્રીટમેન્ટ બાદ સંપૂર્ણ કૅન્સરમુક્ત થયેલા તેમના પૌત્ર હર્ષિલ પંડ્યાને ફરી એક વાર કૅન્સરે ઊથલો માર્યો છે. બીજી એપ્રિલથી બૉમ્બે હૉસ્પિટલના જનરલ વૉર્ડમાં ઍડ્મિટ થયેલા ૬ વર્ષના આ બાળકની પ્રાઇમરી સારવાર ચાલી રહી છે. જોકે મુખ્ય સારવારનો ખર્ચ કરવા માટે આ પરિવાર કોઈ કાળે પહોંચી નહીં શકે અને એ જ આશયથી સમાજના પરગજુ સધ્ધર લોકોને અપીલ કરવામાં આવે છે કે આ બાળકની સારવાર માટે પોતાનાથી બનતી આર્થિક સહાય કરે.
એક્યુટ લિમ્ફોબ્લાસ્ટિક લ્યુકેમિયા નામના બ્લડ-કૅન્સરની જો યોગ્ય સારવાર થાય તો એનો ઇલાજ સંભવ છે. એ વિશે ઉમેશ પંડ્યાએ કહ્યું હતું કે ‘કીમોથેરપી સાથે છેલ્લાં બે વર્ષમાં શોધાયેલી કેટલીક વિશિષ્ટ ટ્રીટમેન્ટ અને બોનમૅરો ટ્રાન્સપ્લાન્ટ વગેરે કરાવવામાં આવે તો બાળક કૅન્સરમુક્ત થઈ શકે એવું ડૉક્ટરોનું કહેવું છે. જોકે આ આખી સારવારનો અંદાજિત ખર્ચ ૮૪ લાખ રૂપિયા કહેવામાં આવ્યો છે. હું મારી બન્ને કિડની વેચી નાખું, ઘરબાર વેચી નાખું તો પણ આટલા ખર્ચને ક્યારેય નહીં પહોંચી શકું. મને નથી ખબર કે હું શું કરું. બહારથી પણ કેટલી સહાય મળશે એની કોઈ કલ્પના નથી. બસ બાળકને બચાવવાના પ્રયાસ કરી રહ્યા છીએ. ઉપરવાળો કોઈ ચમત્કાર કરે એ આશાથી જીવી રહ્યા છે.’
અહીં ઉલ્લેખનીય છે કે ઉમેશભાઈનો મોટો દીકરો વિશાલ એક પ્રાઇવેટ કંપનીમાં નોકરી કરે છે અને તેનો પંદર હજાર રૂપિયા પગાર છે. તેમની પુત્રવધૂ ઘર સંભાળે છે. અત્યારે નિવૃત્ત જીવન જીવતાં દાદા-દાદી પોતાના પૌત્રની દેખભાળ રાખવા બૉમ્બે હોસ્પિટલમાં છે. ઉમેશભાઈ બ્રાહ્મણ હોવાથી ક્યારેક ગોરપદા થકી પૂજા-હવન કરવાથી મળતી દક્ષિણા પૂરતી આવક ધરાવે છે.
આ બાળકની સારવાર માટે આપ જો આર્થિક સહાય કરવા માગતા હો તો હૉસ્પિટલના બૅન્ક-અકાઉન્ટમાં હર્ષિલ પંડ્યાની ટ્રીટમેન્ટના નામે પૈસા જમા કરાવી શકો છો. પરિવારનો તમે 9833890045 નંબર પર સંપર્ક કરી શકો છો.
ADVERTISEMENT
હૉસ્પિટલની બૅન્કની વિગતો :
Beneficiary’s Name : Bombay Hospital Trust
Account Number : 00011110001351
Type of Account : Current Account,
I.F.S.C.Code – HDFC0000501
Account with Bank : HDFC Bank
Branch Address : Ground Floor, Industry House, Opp. Ramon House, 159 H Parekh Marg, Mumbai 400 020.
Phone number : 022-22037124 & 022-22092542

