શનિવાર, રવિવાર, મંગળવાર અને બુધવારે ફ્લાઇટ મળશે
મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે ગઈ કાલે સોલાપુર ઍરપોર્ટનું ઉદ્ઘાટન કર્યું હતું.
બુધવારે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે સોલાપુર ઍરપોર્ટનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે સિવિલ એવિયેશન ડિપાર્ટમેન્ટના રાજ્યકક્ષાના પ્રધાન મુરલીધર મોહોલ પણ ઉપસ્થિત હતા. ઍરપોર્ટના ઉદ્ઘાટન સાથે સોલાપુર-મુંબઈ ફ્લાઇટ શરૂ કરવામાં આવી હતી.
દેવેન્દ્ર ફડણવીસે ફ્લાઇટ શરૂ કરવા માટે વાયેબિલિટી ગેપ ફન્ડિંગ (VGF)ને પણ મંજૂરી આપી છે. શરૂઆતમાં સોલાપુરથી મુંબઈ અને બૅન્ગલોર વચ્ચે સ્ટાર ઍર ફ્લાઇટ સર્વિસ શરૂ કરવામાં આવશે.
ADVERTISEMENT
મુંબઈ-સોલાપુર ફ્લાઇટ્સ શનિવાર, રવિવાર, મંગળવાર અને બુધવારે શેડ્યુલ કરવામાં આવી છે. સોલાપુર-મુંબઈ ફ્લાઇટ સોલાપુરથી બપોરે ૧૨.૫૫ વાગ્યે ઊપડશે, જ્યારે પાછા ફરતી વખતે એ મુંબઈથી બપોરે ૨.૪૫ વાગ્યે ઊપડશે.
મુસાફરીનો સમય ઘટાડવા ઉપરાંત ઍરપોર્ટ કનેક્ટિવિટી મળતાં સોલાપુરમાં રોજગારીની તક ઊભી થવા ઉપરાંત ઇન્વેસ્ટમેન્ટ અને ટૂરિઝમને વેગ મળશે એમ મુરલીધર મોહોલે જણાવ્યું હતું.

