દહિસર ટોલનાકા વર્સોવા ખાડીના બ્રિજ પાસે લઈ જવાનો પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે
તસવીર: નિમેશ દવે
દહિસર ટોલનાકા પર ભારે ટ્રાફિક જૅમ થતો હોવાની ફરિયાદો ઊઠતી રહી છે. ટ્રાફિકને કારણે લોકોનો સમય અને ઈંધણ વેડફાય છે. આ સમસ્યાનો ઉકેલ લાવવા દહિસર ટોલનાકા વર્સોવા ખાડીના બ્રિજ પાસે લઈ જવાનો પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. આ માટે રાજ્યના પરિવહનપ્રધાન પ્રતાપ સરનાઈકે સાઇટ-વિઝિટ પણ કરી હતી. ગઈ કાલથી હાલનું ટોલનાકું તોડી પાડવાનું કામ શરૂ થઈ ગયું છે. આના કારણે મીરા-ભાઈંદરના રહેવાસીઓને પણ ટોલમુક્તિ મળી જશે. સરકારે જાહેર કર્યું છે કે ૮ નવેમ્બર સુધીમાં આ ટોલનાકું શિફ્ટ થઈ જશે.

