દેવેન્દ્ર ફડણવીસ કહે છે કે સમાજ-સમાજ વચ્ચે વૈમનસ્ય ઊભું કરવાનું અમારા તત્ત્વમાં બેસતું નથી
દેવેન્દ્ર ફડણવીસ
મરાઠા અનામતના મુદ્દે ગઈ કાલે દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે ‘કયા રાજ્યને એમ લાગે કે એના રાજ્યનો મોટો ઘટક અસંતુષ્ટ રહે? એનો શું ફાયદો? એકને સંતુષ્ટ કરવા જતાં બીજાને ઝઘડો કરવા ઊભો કરવો કે બીજાને અસંતુષ્ટ કરવો એ અમને મંજૂર નથી. રાજકારણ જાય ખાડામાં. આ રીતે સમાજ-સમાજ વચ્ચે તિરાડ પડાવવાનું અમારા તત્ત્વમાં ક્યાંય બેસતું નથી. એટલે અમારો પ્રયાસ છે કે બધાનું સમાધાન કઈ રીતે થઈ શકે અને એ પાછું બંધારણની હદમાં કહીને બેસાડવું પડશે.’
અનામત બાબતે સ્પષ્ટતા કરતાં દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે ‘આપણે કોઈને ખુશ કરવા એકાદ વસ્તુ કરીએ તો આવતી કાલે વધુ જોરથી એનો બૅકક્લૅશ આપણી સામે આવશે. એટલે આપણે બંધારણની અંદર રહીને જ આનો ઉકેલ લાવવો પડશે.’

