સતીશ સાલિયનના વકીલ નીલેશ ઓઝાએ કર્યો ખુલાસો
દિશા સાલિયન
દિશા સાલિયન કેસની તપાસ મુંબઈ પોલીસ અને સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI) દ્વારા ચાલી રહી છે અને એમાં ક્લોઝર રિપોર્ટ રજૂ કરવામાં નથી આવ્યો. કેટલાંક મીડિયા દ્વારા આરોપીઓને બચાવવા માટે આવા સમાચાર ફેલાવાઈ રહ્યા હોવાનો આક્ષેપ સતીશ સાલિયનના ઍડ્વોકેટ નીલેશ ઓઝાએ કર્યો છે.
મુંબઈ પોલીસની સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમ હાલમાં એ કેસની તપાસ ચલાવી રહી છે એથી હાલ મીડિયામાં જે કહેવાઈ રહ્યું છે કે એનો ક્લોઝર રિપોર્ટ આપ્યો છે; પણ એ દિશાભૂલ કરનારો, તદ્દન ખોટો અને કાયદેસરની કાર્યવાહીમાં અંતરાય ઊભો કરનારો છે.
CBIએ પણ કહ્યું છે કે એણે દિશા સાલિયન કેસની તપાસ નથી કરી અને કોઈ પણ વ્યક્તિ, ખાસ કરીને આદિત્ય ઠાકરેને કોઈ પણ જાતની ‘ક્લીન ચિટ’ આપી નથી. ખોટી બાતમી ફેલાવીને આરોપીઓને બચાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે એમ ઍડ્વોકેટ નીલેશ ઓઝાએ કહ્યું હતું.
ADVERTISEMENT
૨૦૨૧માં પ્રાથમિક ક્લોઝર રિપોર્ટ બનાવવામાં આવ્યો હતો. એ પછી એ રિપોર્ટ આરોપીઓને બચાવવા માટે બનાવવામાં આવ્યો હોવાના આક્ષેપ થયા હતા. ડિસેમ્બર ૨૦૨૩માં દિશા સાલિયનના પપ્પા સતીશ સાલિયનનું ઑફિશ્યલી ડિટેઇલ સ્ટેટમેન્ટ લેવામાં આવ્યું હતું. એ પછી એ ક્લોઝર રિપોર્ટ ગેરકાયદે હોવાનું જાહેર કરીને એને પાછો ખેંચવામાં આવ્યો હતો, અને કેસની ફેરતપાસ શરૂ કરવામાં આવી હતી. હાલ દિશા સાલિયનનું મૃત્યુ એ આત્મહત્યા નહીં, પણ સામૂહિક બળાત્કાર અને હત્યાનો કેસ હોઈ શકે એના આધારે તપાસ ચલાવાઈ રહી છે.

