બેમાંથી એક ૨૯ વર્ષનો શાહઆલમ શેખ ગોવંડીનો રહેવાસી છે
એન્કાઉન્ટર સ્પેશ્યલિસ્ટ દયા નાયક
દાદર-ઈસ્ટમાં સ્ટેશનની સામે આવેલા સ્વામીનારાયણ મંદિરની પાસે આવેલી લૉજમાં એન્કાઉન્ટર સ્પેશ્યલિસ્ટ અને ક્રાઇમ બ્રાન્ચ બાંદરા યુનિટના વડા દયા નાયક અને તેમની ટીમે બુધવારે સાંજે રેઇડ પાડીને બે ડ્રગ-પેડલરને ૧૦.૮ કરોડ રૂપિયાના ૫.૪ કિલો મેફેડ્રોન સાથે ઝડપી લીધા હતા. બેમાંથી એક ડ્રગ-પેડલરને ગંધ આવી જતાં તે પોલીસને ચકમો આપીને નાસી ગયો હતો, પણ તેને પાછળથી પકડી પાડવામાં આવ્યો હતો. બેમાંથી એક ૨૯ વર્ષનો શાહઆલમ શેખ ગોવંડીનો રહેવાસી છે, જ્યારે સનાઉલ શેખ પશ્ચિમ બંગાળના માલદાનો છે. બન્ને સામે માટુંગા પોલીસ-સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે અને વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.

