કોર્ટની બહાર આવી તેણે ઇન્કલાબ ઝિંદાબાદ અને મહારાષ્ટ્ર સરકાર હાય-હાયના નારા લગાડ્યા હતા. રણજિત કાસલેએ એવો પણ દાવો કર્યો હતો
રણજિત કાસલે
બીડના મસ્સાજોગ ગામના સરપંચ સંતોષ દેશમુખની હત્યામાં પકડાયેલા વાલ્મિક કરાડને જેલમાં VIP ટ્રીટમેન્ટ અપાઈ રહી છે; ચિકન, મટન અને બધી જ સુવિધાઓ આપવામાં આવે છે એવો દાવો કરનાર બીડના બરતરફ પોલીસ-અધિકારી રણજિત કાસલેની મુંબઈ ક્રાઇમ બ્રાન્ચે દિલ્હીથી ધરપકડ કરી છે.
રણજિત કાસલેને કોર્ટમાં હાજર કરતાં કોર્ટે તેને બે દિવસની પોલીસ-કસ્ટડી આપી હતી. કોર્ટની બહાર આવી તેણે ઇન્કલાબ ઝિંદાબાદ અને મહારાષ્ટ્ર સરકાર હાય-હાયના નારા લગાડ્યા હતા. રણજિત કાસલેએ એવો પણ દાવો કર્યો હતો કે તેને વાલ્મિક કરાડનું એન્કાઉન્ટર કરવાની સુપારી ઑફર કરાઈ હતી. રણજિત કાસલે અવારનવાર સોશ્યલ મીડિયામાં નેતાઓની પોલ ખોલતો હોવાનો દાવો કરી મેસેજિસ અને પોસ્ટ કરતો હોય છે. મુંબઈ ક્રાઇમ બ્રાન્ચે લોકપ્રતિનિધિની બદનામી કરવાનો અને જાતિઓ વચ્ચે વૈમનસ્ય ઊભું કરવાનો તેની સામે ગુનો નોંધીને તેની ધરપકડ કરી છે.

