શિવાજી પાર્ક પોલીસે દાદર રેલવે સ્ટેશન નજીકથી ઉચ્ચ ગુણવત્તાની નકલી ચલણી નોટો જપ્ત કરીને એક આરોપીની ધરપકડ કરી છે
પ્રતીકાત્મક તસવીર
શિવાજી પાર્ક પોલીસે દાદર રેલવે સ્ટેશન નજીકથી ઉચ્ચ ગુણવત્તાની નકલી ચલણી નોટો જપ્ત કરીને એક આરોપીની ધરપકડ કરી છે. ૫૦૦ રૂપિયાની ૭૨,૦૦૦ની નકલી ચલણી નોટો સાથે અમરુદ્દીન શેખની ધરપકડ થઈ હતી. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)ની ચૂંટણી પહેલાં નકલી નોટો મળી આવતાં પોલીસે આ રૅકેટને ચૂંટણી સાથે સંબંધ હોવાની શંકા વ્યક્ત કરી છે.
પોલીસ-અધિકારીઓએ કહ્યું હતું કે ‘જપ્ત કરાયેલી નકલી નોટો બંગલાદેશથી ભારતમાં દાણચોરી કરીને લાવવામાં આવી હોવાની શંકા છે. આ સંદર્ભે વધુ પૂછપૂછ ચાલી રહી છે. પોલીસને એ પણ જાણવા મળ્યું છે કે આરોપી અગાઉ ૧૦૦૦ રૂપિયાની નકલી ચલણી નોટોના રૅકેટમાં પણ સંડોવાયેલો હતો. આ નકલી નોટો ક્યાં અને કેવી રીતે ફરતી કરવામાં આવી હતી એ વિશે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.’


