Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > નેરુલમાં બિગબાસ્કેટ વેરહાઉસનું લાઇસન્સ સસ્પેન્ડ કર્યું FDAએ

નેરુલમાં બિગબાસ્કેટ વેરહાઉસનું લાઇસન્સ સસ્પેન્ડ કર્યું FDAએ

Published : 27 November, 2026 10:30 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

લાઇસન્સ પુનર્સ્થાપિત કરવા વિશે વિચારણા કરતાં પહેલાં ઓછામાં ઓછા ૧૪ દિવસ પછી ફરીથી તપાસ કરવામાં આવશે.

તુકારામ મુંઢે (ફાઈલ તસવીર)

તુકારામ મુંઢે (ફાઈલ તસવીર)


મહારાષ્ટ્ર ફૂડ અૅન્ડ ડ્રગ ઍડ્‍‌મિનિસ્ટ્રેશન (FDA)એ નવી મુંબઈમાં ઈ-કૉમર્સ ઑપરેટર બિગબાસ્કેટના ફૂડ સ્ટોરેજ અને ડિસ્ટ્રિબ્યુશન સુવિધાનું ફૂડ-લાઇસન્સ ઉંદરોની હાજરી અને ખાદ્ય પદાર્થો સાથે સિગારેટના વેચાણને કારણે સસ્પેન્ડ કર્યું છે. FDAએ કર્જતમાં બે એસ્ટૅબ્લિશમેન્ટનાં લાઇસન્સ પણ સસ્પેન્ડ કર્યાં છે અને કોકણ વિભાગમાં પ્રતિબંધિત ખાદ્ય પદાર્થો જપ્ત કર્યા છે.

પચીસ નવેમ્બરે કાર્યવાહી કરતાં FDAના થાણે ડિવિઝને ૨૧ નવેમ્બરે કરવામાં આવેલા ઇન્સ્પેક્શન બાદ નવી મુંબઈના નેરુલમાં સ્થિત ઇનોવેટિવ રીટેલ કૉન્સેપ્ટ્સ પ્રાઇવેટ લિમિટેડ (બિગબાસ્કેટ)નું ફૂડ-લાઇસન્સ સસ્પેન્ડ કર્યું હતું. દરમ્યાન ખાદ્ય પદાર્થો સાથે સિગારેટ વેચાતી જોવા મળી જેમાં ઉંદરોની પ્રવૃત્તિના સંકેતો હતા જેમ કે ફાટેલાં ખાદ્ય તેલનાં પૅકેટ્સ, અપૂરતાં ઉંદરોનાં પાંજરાં અને કોઈ પેસ્ટ કન્ટ્રોલનાં પગલાં લેવાયાં નહોતાં. ખાદ્ય પદાર્થો, પેટ ફૂડ અને બિન-ખાદ્ય વસ્તુઓ એક જ રૅક પર એકસાથે સંગ્રહિત મળી આવી હતી. કેટલીક ખાદ્ય વસ્તુઓ ફાટેલાં અને લીક થતાં પૅકેટમાં ફ્લોર પર રાખવામાં આવી હતી. ખરીદી બિલ અને ડિલિવરી ચલણ ઉપલબ્ધ નહોતાં અને તમામ ૩૪ ફૂડ હૅન્ડલર્સના મેડિકલ ચેકઅપ અને વેક્સિનેશનનાં સર્ટિફિકેટ ગુમ હતાં એમ FDAએ જણાવ્યું હતું.



FDAએ ફૂડ સેફ્ટી અધિકારીઓની દેખરેખ હેઠળ ૭૨ કલાકની અંદર ઉંદરો દ્વારા કાપવામાં આવેલો સ્ટૉક, ફાટેલાં અને લીક થતાં ખાદ્ય તેલનાં પૅકેટ અને ફ્લોર પર સંગ્રહિત ખાદ્ય પદાર્થોનો નાશ કરવાનો આદેશ આપ્યો હતો તેમ જ તમામ સિગારેટ અને અન્ય તમાકુ ઉત્પાદનો તાત્કાલિક દૂર કરવાનો આદેશ આપ્યો હતો, જ્યારે ૪ એલચીના નમૂના લેવામાં આવ્યા હતા અને લૅબ રિપોર્ટ આવે ત્યાં સુધી અે બેચના વેચાણ અથવા વિતરણ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.


FDAએ જણાવ્યું હતું કે લાઇસન્સ શા માટે રદ ન કરવું અે વિશે ખુલાસો માગતી નોટિસ (શો-કૉઝ નોટિસ) જારી કરવામાં આવી છે જેના જવાબ માટે ૧૫ દિવસનો સમય આપવામાં આવ્યો છે. લાઇસન્સ પુનર્સ્થાપિત કરવા વિશે વિચારણા કરતાં પહેલાં ઓછામાં ઓછા ૧૪ દિવસ પછી ફરીથી તપાસ કરવામાં આવશે.


Whatsapp-channel Whatsapp-channel

27 November, 2026 10:30 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK