Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ઘરમાં હસતાં-રમતાં ૩ બાળકો હોવા છતાં મહિલા ડૉક્ટરે છઠ્ઠા માળેથી ઝંપલાવીને કરી આત્મહત્યા

ઘરમાં હસતાં-રમતાં ૩ બાળકો હોવા છતાં મહિલા ડૉક્ટરે છઠ્ઠા માળેથી ઝંપલાવીને કરી આત્મહત્યા

Published : 14 May, 2026 09:11 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

મુંબ્રા પોલીસે આકસ્મિક મૃત્યુની નોંધ કરીને વધુ તપાસ શરૂ કરી

ડૉક્ટર શર્મિન ડિંગા અને તેમણે જે બિલ્ડિંગમાંથી ઝપલાવ્યું હતું એ ગ્રેસ સ્ક્વેર બિલ્ડિંગ.

ડૉક્ટર શર્મિન ડિંગા અને તેમણે જે બિલ્ડિંગમાંથી ઝપલાવ્યું હતું એ ગ્રેસ સ્ક્વેર બિલ્ડિંગ.


મુંબ્રા વિસ્તારમાં આવેલા ગ્રેસ સ્ક્વેર બિલ્ડિંગના છઠ્ઠા માળેથી ઝંપલાવીને ગઈ કાલે સવારે ડૉક્ટર શર્મિન ડિંગાએ આત્મહત્યા કરી હોવાની ચોંકાવનારી માહિતી પ્રકાશમાં આવી છે. આ મામલે મુંબ્રા પોલીસે હાલ આકસ્મિક મૃત્યુની નોંધ કરીને વધુ તપાસ શરૂ કરી છે. ડૉક્ટર શર્મિન ડિંગા થાણે મ્યુનિસિપલ કૉર્પોરેશન (TMC) સંચાલિત હકીમ અજમલ ખાન હૉસ્પિટલમાં કામ કરતાં હતાં. તેથી આ ઘટનાને પગલે સમગ્ર TMCના મેડિકલ વિભાગ અને થાણેમાં ભારે ખળભળાટ મચી ગયો હતો. આ દુર્ઘટનાથી સ્થાનિક રહેવાસીઓમાં શોક અને અરેરાટી વ્યાપી ગઈ છે. 

મુંબ્રા પોલીસ-સ્ટેશનના એક સિનિયર અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ડૉ. શર્મિન ડિંગા ગઈ કાલે વહેલી સવારે પોતાના બિલ્ડિંગના છઠ્ઠા માળેથી નીચે પટકાયાં હતાં. ખૂબ જ ઊંચાઈએથી નીચે પડવાને કારણે તેમને ગંભીર ઈજાઓ થઈ હતી અને તેમનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. ઘટનાની જાણ થતાં જ મૃતદેહને પોસ્ટમૉર્ટમ માટે છત્રપતિ શિવાજી મહારાજ હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં આ આત્મહત્યાનો મામલો હોવાનું જણાય છે, પરંતુ આટલું મોટું પગલું ભરવા પાછળનું ચોક્કસ કારણ હજી સુધી સ્પષ્ટ થઈ શક્યું નથી. ડૉ. શર્મિન ૩ સંતાનોનાં મમ્મી હતાં અને તેમના પતિ નોકરી અર્થે વિદેશમાં સ્થાયી થયા છે. ઘરમાં હસતાં-રમતાં બાળકો હોવા છતાં અને વ્યવસાયે ડૉક્ટર હોવા છતાં તેમણે આવું અંતિમ પગલું કેમ ભર્યું એ વિશે તપાસ કરવામાં આવી રહી છે. આ કેસમાં તેમના પરિવારજનો અને નજીકના મિત્રોની પૂછપરછ કરવામાં આવી રહી છે જેથી તેમના માનસિક તનાવ અથવા અંગત જીવનમાં કોઈ સમસ્યા હતી કે કેમ એ જાણી શકાય. હાલમાં આ મામલે અકસ્માત મોતનો ગુનો નોંધ્યો છે.’


Whatsapp-channel Whatsapp-channel

14 May, 2026 09:11 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK