Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > ચેન્નઈમાં રામક્રિષ્ન ઘોષને બદલે મૅકનીલ નોરોન્હા

ચેન્નઈમાં રામક્રિષ્ન ઘોષને બદલે મૅકનીલ નોરોન્હા

Published : 14 May, 2026 02:38 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

નાશિકમાં જન્મેલો ૨૮ વર્ષનો  રામક્રિષ્ન ઘોષ ત્રીજી મેએ મુંબઈ સામેની તેની ડેબ્યુ મૅચમાં ઇન્જર્ડ થઈ ગયો હતો.

મૅકનીલ નોરોન્હા

મૅકનીલ નોરોન્હા


જમણા પગમાં ફ્રૅક્ચરને લીધે આ સીઝનમાંથી બહાર થઈ ગયેલા ઑલરાઉન્ડર રામક્રિષ્ન ઘોષને બદલે ચેન્નઈ સુપર કિંગ્સે કર્ણાટકના ૨૪ વર્ષના ઑલરાઉન્ડર મૅકનીલ નોરોન્હાને ટીમમાં સામેલ કયોર઼્ છે. નાશિકમાં જન્મેલો ૨૮ વર્ષનો  રામક્રિષ્ન ઘોષ ત્રીજી મેએ મુંબઈ સામેની તેની ડેબ્યુ મૅચમાં ઇન્જર્ડ થઈ ગયો હતો. એ મૅચમાં તેણે ૩ ઓવરમાં ૨૪ રન આપીને સૂર્યકુમાર યાદવની વિકેટ લીધી હતી. નોરોન્હાને તેની બેઝ-પ્રાઇસ ૩૦ લાખ રૂપિયામાં રિપ્લેસમેન્ટ તરીકે સાઇન કરવામાં આવ્યો છે. ક્રિકેટ બોર્ડ દ્વારા તાજેતરમાં જ યોજાયેલા નમન અવૉર્ડ્સ કાર્યક્રમમાં નોરોન્હાને ૨૦૨૪-૨૫ની સીઝનમાં કર્નલ સી. કે. નાયડુ ટ્રોફી (અન્ડર-૨૩)માં સૌથી વધુ રન બનાવવા બદલ સન્માનિત કરવામાં આવ્યો હતો.


Whatsapp-channel Whatsapp-channel

14 May, 2026 02:38 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK