Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ડોંગરીની આગ છેક ૯ કલાકે ઠરી

ડોંગરીની આગ છેક ૯ કલાકે ઠરી

Published : 10 November, 2026 08:17 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આગ જોતજોતાંમાં જ આજુબાજુની દુકાનો ગાળા અને એના પડખે આવેલાં ઝૂંપડાઓમાં ફેલાઈ ગઈ હતી. ૪૦-૫૦ કાચી દુકાનો અને ઝૂંપડાં એમાં બળીને ખાખ થઈ ગયાં હતાં.

ડોંગરીની હાજી કાસમ ચાલમાં લાગેલી આગની જ્વાળાઓ દૂરથી પણ લબકારા મારતી જોઈ શકાતી હતી. એ જોતાં એની દાહકતાનો અંદાજ આવી શકતો હતો. તસવીરો : આશિષ રાજે

ડોંગરીની હાજી કાસમ ચાલમાં લાગેલી આગની જ્વાળાઓ દૂરથી પણ લબકારા મારતી જોઈ શકાતી હતી. એ જોતાં એની દાહકતાનો અંદાજ આવી શકતો હતો. તસવીરો : આશિષ રાજે


તળ મુંબઈના ડોંગરી વિસ્તારમાં રવિવારે સાંજે ભીષણ આગ ફાટી નીકળી હતી. ડોંગરી પોલીસ-સ્ટેશનની જ સામે આવેલી હાજી કાસમ ચાલના એક ગૅરેજમાં સૌથી પહેલાં ફટાકડાના કારણે આગ લાગી હોવાનું કહેવાય છે. એ આગે થોડી જ ક્ષણોમાં વિકરાળ સ્વરૂપ પકડી લીધું હતું. આગ જોતજોતાંમાં જ આજુબાજુની દુકાનો ગાળા અને એના પડખે આવેલાં ઝૂંપડાઓમાં ફેલાઈ ગઈ હતી. ૪૦-૫૦ કાચી દુકાનો અને ઝૂંપડાં એમાં બળીને ખાખ થઈ ગયાં હતાં.

આખા મુંબઈમાં એ વખતે આગની ઘટનાઓ એક પછી એક સતત બની રહી હોવાથી ફાયર-એન્જિન એ બધે જ જગ્યાએ મોકલવા પડી રહ્યાં હોવાથી હાજી કાસમ ચાલ પર પૂરતા  ફાયર-એન્જિન પહોંચી શક્યાં નહોતાં અને આગ ઓલવવાનું દુષ્કર બની ગયું હતું. આખરે ૯ કલાક પછી આગ ઓલવી શકાઈ હતી અને એ પછી કૂલિંગ ઑપરેશન ચાલુ રખાયું હતું. બનાવમાં કોઈને ઈજા થઈ નહોતી.



કાંદિવલી રેક્રીએશન ક્લબના ગ્રાઉન્ડમાં આગ ફાટી નીકળી


કાંદિવલી-વેસ્ટના શાંતિલાલ મોદી રોડ પર આવેલા કાંદિવલી રેક્રીએશન ક્લબના ગ્રાઉન્ડમાં રવિવારે સાંજે આગ ફાટી નીકળી હતી. સાંજના સમયે ભારે અવરજવરવાળા રોડ પર લાગેલી એ આગને કારણે ગભરાટ ફેલાઈ ગયો હતો. મોટરિસ્ટો માટે એસ.વી. રોડ તરફ જતી લેન બંધ કરી દેવાઈ હતી. ફાયરબ્રિગેડે આગ પર કાબૂ મેળવ્યા પહેલાં સ્થાનિક લોકોએ આગ પર કાબૂ મેળવવા પાણી છાંટી એ ઠારવાના પ્રયાસ કર્યા હતા. 

કલ્યાણ-ડોમ્બિવલીમાં દિવાળી દરમ્યાન ૭ કલાકમાં આગની ૭૦ ઘટનાઓ


કલ્યાણ-ડોમ્બીવલીમાં દિવાળી દરમ્યાન ૭ કલાકના ગાળામાં આગની ૭૦ ઘટનાઓ બની હતી, જેમાંથી ૬૮ ઘટનાઓ ફટાકડાનાં રૉકેટ કચરાના ઢગલા, બાલ્કનીઓ અને જ્વલનશીલ પદાર્થો પર પડવાને કારણે સર્જાઈ હતી. ડોમ્બિવલીમાં ગઈ કાલે રાતે રીજન્સી અનન્તમ પાસે આવેલી દુકાનમાં જોરદાર આગ લાગી હતી. આગની જ્વાળાઓ અને ધુમાડાના ગોટેગોટા ઊઠી રહ્યા હતા. આગ લાગતાં જ અફરાતફરી મચી ગઈ હતી. કલ્યાણમાં લક્ષ્મી માર્કેટમાં આગ લાગી હતી.

નવી મુંબઈમાં દિવાળીના બે દિવસમાં આગના ૧૫૦ બનાવ: ૯૦ ટકા ઘટનાઓ માટે ફટાકડા કારણભૂત
દિવાળીની ઉજવણી વચ્ચે નવી મુંબઈ અને આસપાસના વિસ્તારોમાં ૮ અને ૯ નવેમ્બર એમ બે દિવસમાં આગના ૧૫૦ કૉલ નોંધાયા હતા. આ બનાવોમાં નવી મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (NMMC) વિસ્તારમાં ૭૪, CIDCO વિસ્તારોમાં ૪૭ અને પનવેલમાં ૨૯ કિસ્સા સામેલ છે. સ્થાનિક સ્તરે બનેલી ૯૦ ટકા જેટલી ઘટનાઓ માટે ફટાકડા કારણભૂત હતા. સદ્ભાગ્યે આ બનાવોમાં કોઈ જાનહાનિ નોંધાઈ નથી, જોકે ત્રણ મકાનોને મોટું નુકસાન પહોંચ્યું હતું. 

Whatsapp-channel Whatsapp-channel

10 November, 2026 08:17 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK