૮ માર્ચે મીરા-ભાઈંદરની અલાયદી કોર્ટનું પણ ઉદ્ઘાટન કરવામાં આવશે.
ફ્લાયઓવર
મીરા-ભાઈંદરમાં મેટ્રો રેલવેની નીચે એસ. કે. સ્ટોન સિગ્નલથી શિવાર ગાર્ડન સુધીના દોઢેક કિલોમીટર લંબાઈનો ફ્લાયઓવર બનાવવામાં આવ્યો છે. ફ્લાયઓવરનું કામ પૂરું થઈ ગયું છે એટલે ગઈ કાલે પરિવહન પ્રધાન પ્રતાપ સરનાઈકે ફ્લાયઓવરની મુલાકાત લીધી હતી અને ૮ માર્ચે ઇન્ટરનૅશનલ મહિલા દિવસે આ ફ્લાયઓવરનું ઉદ્ઘાટન મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેના હસ્તે બપોરે ૧૨.૩૦ વાગ્યે કરવામાં આવશે એની જાહેરાત કરી હતી. આ ફ્લાયઓવર શરૂ થઈ જવાથી લોકોને ટ્રૅફિકની સમસ્યામાંથી કેટલેક અંશે છુટકારો મળશે. ઉલ્લેખનીય છે કે કાશીમીરાથી ગોલ્ડન નેસ્ટ સુધીના ભાગમાં મેટ્રો રેલવેની નીચેના ભાગમાં ત્રણ ફ્લાયઓવર બનાવવાનો પ્લાન છે, જેમાંથી ગયા વર્ષે એક ફ્લાયઓવર શરૂ થઈ ગયો હતો. બીજા ફ્લાયઓવરનું કામ પૂરું થઈ ગયું છે અને ત્રીજા ફ્લાયઓવરનું કામ ચાલી રહ્યું છે. ૮ માર્ચે મીરા-ભાઈંદરની અલાયદી કોર્ટનું પણ ઉદ્ઘાટન કરવામાં આવશે.

