અધિકારીઓએ ભારે સુરક્ષા ગોઠવી છે અને ભીડ માટે શૌચાલય, પાણીના ટૅન્કર અને તબીબી સહાય જેવી મૂળભૂત સુવિધાઓની પૂરી પાડવામાં આવી રહી છે. સરકાર દ્વારા જરાંગેને ઉપવાસ સમાપ્ત કરવા માટે વારંવાર અપીલ કરવા છતાં, તેમણે ઇનકાર કર્યો છે
વાયરલ વીડિયોમાંથી સ્ક્રીન શૉટ (તસવીર: X)
મુંબઈમાં મરાઠા આરક્ષણની માગણી સાથે જોરદાર વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું છે. દક્ષિણ મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ અને તેના આસપાસના વિસ્તારમાં હજારોની સંખ્યામાં મરાઠા આંદોલન કાર્યકરોની ભીડ જોવા મળી રહી છે. આ મોર્ચાના અનેક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. જોકે તાજેતરમાં એક એવો વીડિયો સામે આવ્યો છે જેણે દરેકનું ધ્યાન ખેંચ્યું છે. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે ઘણા વિદેશી પ્રવાસીઓ પણ પ્રદર્શનોમાં જોડાઈ રહ્યા છે અને સમુદાયના સૂત્ર, `એક મરાઠા, લાખ મરાઠા` બોલી રહ્યા છે અને તેમને આવું કહેવા માટે કહેવામાં આવી રહ્યું છે.
विदेशी लोकांना पण वेड लावले आपल्या पोरांनी??#मराठा_आरक्षण #मनोज_जरांगे_पाटील pic.twitter.com/sX5IevxE8t
— आदित्य कातारे पाटील ? (@adi_patil191) August 31, 2025
ADVERTISEMENT
સોશિયલ મીડિયા પર શૅર કરાયેલ વીડિયોમાં, કેટલાક વિદેશી પ્રવાસીઓ મરાઠા કાર્યકરો સાથે ખુશખુશાલ રીતે પ્રદર્શનમાં જોડાતા જોવા મળી રહ્યા છે અને તેમને સૂત્રનું પુનરાવર્તન કરવા માટે પ્રોત્સાહિત કરતાં જોવા મળી રહ્યા છે. વીડિયોમાં વિદેશી પ્રવાસીઓ આનંદિત અને પોતાની મરજીથી નારા લગાવવાની સાથે પરંપરાગત તાલ પર ડાન્સ કર્યો અને તેમાં કાર્યકરો પણ સાથે જોડાયા. આ હળવાશભર્યા વિનિમયથી ભીડમાંથી હર્ષોલ્લાસ થયો અને તાજેતરના દિવસોમાં મૂંબઈમાં કેટલાક ભાગોને કબજે કરેલા આંદોલનના તીવ્ર કદને પ્રકાશિત કર્યો. જોકે, મરાઠા આરક્ષણ માટે થઈ રહેલા વિરોધ ગંભીર પરિસ્થિતીમાં છે. નેતા મનોજ જરાંગે પાટિલ આઝાદ મેદાનમાં અનિશ્ચિતકાળની ભૂખ હડતાળ પર જવાની જાહેરાત કરી છે, શિક્ષણ અને સરકારી નોકરીઓમાં સમાજને આરક્ષણ તાત્કાલિક લાગુ કરવા માટે દબાણ કરી રહ્યા છે. મહારાષ્ટ્રભરમાંથી હજારો સમર્થકો સાથે, મુંબઈમાં આંદોલન ત્રીજા દિવસે પણ આંદોલન ચાલી રહ્યું છે.
Maratha Reservation Protesters Ask Foreign Tourist to Say ‘’One Maratha
— khalid Chougle (@ChougleKhalid) August 29, 2025
One Million Maratha’’ At A Selfie Point Outside BMC.
Supporters Of Maratha Quota Activist,Gathered In A Massive Rally Demanding Maratha Reservation pic.twitter.com/YmoPlvgpkZ
અધિકારીઓએ ભારે સુરક્ષા ગોઠવી છે અને ભીડ માટે શૌચાલય, પાણીના ટૅન્કર અને તબીબી સહાય જેવી મૂળભૂત સુવિધાઓની પૂરી પાડવામાં આવી રહી છે. સરકાર દ્વારા જરાંગેને ઉપવાસ સમાપ્ત કરવા માટે વારંવાર અપીલ કરવા છતાં, તેમણે ઇનકાર કર્યો છે, અને ભારપૂર્વક જણાવ્યું છે કે જ્યાં સુધી સરકાર નક્કર પગલાં નહીં લે ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે. તેમણે ચેતવણી પણ આપી છે કે જો માગણીઓમાં વધુ વિલંબ થશે તો વધુ વિરોધીઓ એકત્ર થશે.
એક કાર્યકરનું મૃત્ય
બીજી એક ઘટનામાં દિવસેને દિવસે વિરોધ વધુ તીવ્ર બની રહેલા, મરાઠા આરક્ષણ પ્રદર્શનમાં લાતુરના અહમદપુર તાલુકાના તકલગાંવના રહેવાસી કાર્યકર વિજય ઘોગરેનું શનિવારે સાંજે લગભગ 7:00 વાગ્યે હૃદયરોગના હુમલાને કારણે અવસાન થયું છે. ઘોગરે વિરોધ પ્રદર્શનમાં સક્રિય રીતે ભાગ લઈ રહ્યા હતા ત્યારે તેમને અચાનક છાતીમાં તીવ્ર દુખાવો ઉપડ્યો. છાતીમાં દુખાવાની ફરિયાદ કરતાં વિજય ઘોગરેને તાત્કાલિક સારવાર માટે નજીકની હૉસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે, તાત્કાલિક તબીબી પ્રયાસો છતાં, હૉસ્પિટલ પહોંચ્યા પછી ડૉક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા.

