Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ૧૫ ઑગસ્ટથી ટ્રાફિકના નાના ગુનામાં દંડ ભરીને છૂટી શકાશે

૧૫ ઑગસ્ટથી ટ્રાફિકના નાના ગુનામાં દંડ ભરીને છૂટી શકાશે

Published : 10 August, 2026 07:41 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

જન વિશ્વાસ કાયદા હેઠળ કાનૂની કાર્યવાહીમાંથી મુક્તિ

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


યુનિયન મિનિસ્ટ્રી ઑફ રોડ ટ્રાન્સપોર્ટ ઍન્ડ હાઇવેઝ દ્વારા જન વિશ્વાસ (સુધારણા) કાયદો, ૨૦૨૬ની અમલવારી વિશેનું નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. આ નવા સુધારા હેઠળ ૧૫ ઑગસ્ટથી મોટર વ્હીકલ ઍક્ટ હેઠળનાં નાનાં-મોટાં ટ્રાફિક-ઉલ્લંઘનોને ગુનામુક્ત એટલે કે ડીક્રિમિનલાઇઝ કરવામાં આવશે તેમ જ એને કમ્પાઉન્ડેબલ એટલે કે દંડ ભરીને સમાધાનયોગ્ય બનાવવામાં આવ્યાં છે.
નવા નિયમ અનુસાર મોટર વાહન કાયદાની કલમ 200 અંતર્ગત કલમ 177-Aનો સમાવેશ કરવામાં આવ્યો છે જેમાં ટ્રાફિકના સામાન્ય નિયમોનો ભંગ, લેનની શિસ્ત ન જાળવવી અને રોડ-સાઇન​ના ઉલ્લંઘન જેવા નાના ગુનાઓ આવરી લેવાયા છે. હવે આવા નિયમભંગ બદલ ડ્રાઇવરોએ કોઈ ફોજદારી અદાલતના કે કોર્ટના ધક્કા ખાવા નહીં પડે. ડ્રાઇવરો ઈ-ચલાન અથવા અધિકૃત માધ્યમો દ્વારા નિર્ધારિત દંડની રકમ ભરીને સ્થળ પર જ કેસનો નિકાલ કરી શકશે. સરકારના આ મહત્ત્વપૂર્ણ સુધારાથી વાહનમાલિકો, ડ્રાઇવરો અને ટ્રાન્સપોર્ટરોને મોટી રાહત મળશે.   


Whatsapp-channel Whatsapp-channel

10 August, 2026 07:41 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK