ભારત સરકારનો આ આદેશ એ સ્પષ્ટ કરે છે કે જો પાડોશી દેશ નેપાળ અને ભૂતાનના લઘુમતી સમાજના નાગરિકો જો આ દેશોની સરહદથી ભારતમાં પ્રવેશ કરે છે, તો મુસાફરી કરવા અથવા અહીં રહેવા માટે તેમને કોઈપણ પાસપોર્ટ અને વિઝાની જરૂર પડશે નહીં.
ગૃહ પ્રધાન અમિત શાહ (ફાઇલ તસવીર)
કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર દ્વારા નાગરિકતા (સુધારો) અધિનિયમ, ૨૦૧૯ (CAA) કાયદો જાહેર કરવામાં આવ્યો હતો. જેના હેઠળ અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ અને પાકિસ્તાનમાં રહેતા લઘુમતી સમુદાયો જેમ કે હિન્દુઓ, શીખો, બૌદ્ધો, જૈનો, પારસીઓ અને ખ્રિસ્તીઓને ભારતની નાગરિકતા આપવામાં આવે છે. જોકે હવે તેમાં એક મોટી અપડેટ સરકારે આપી છે. ભારત સરકાર દ્વારા આ દેશોના લઘુમતી સમુદાયોના લોકો જે ધાર્મિક ઉત્પીડનથી બચવા માટે 31 ડિસેમ્બર, 2024 સુધી ભારત આવ્યા હતા, તેમને પાસપોર્ટ અથવા અન્ય મુસાફરી દસ્તાવેજો વિના દેશમાં રહેવાની મંજૂરી આપવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી છે.
ગયા વર્ષે અમલમાં મુકાયેલા નાગરિકતા (સુધારા) કાયદા (CAA) ના નવા અપડેટ અનુસાર, 31 ડિસેમ્બર, 2024 ના રોજ અથવા તે પહેલાં ભારત આવેલા આ સમુદાયના લોકોને ભારતીય નાગરિકત્વ આપવામાં આવશે. તાજેતરમાં અમલમાં આવેલા ઇમિગ્રેશન અને વિદેશી અધિનિયમ, 2025 હેઠળ જાહેર કરાયેલ આ મહત્ત્વપૂર્ણ આદેશ બાદ મોટી સંખ્યામાં ભારત આવેલા લોકો, ખાસ કરીને પાકિસ્તાનથી આવેલા હિન્દુઓને મોટી રાહત મળશે, જેઓ 2014 પછી ભારત આવ્યા હતા.
ADVERTISEMENT
ગૃહ મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા આદેશ મુજબ, "અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ અને પાકિસ્તાનમાં લઘુમતી સમુદાયના લોકો જેમાં હિન્દુઓ, શીખો, બૌદ્ધો, જૈનો, પારસીઓ અને ખ્રિસ્તીઓ જેઓ તેમની સામે બીજા દેશોમાં થઈ રહેલા ધાર્મિક અત્યાચારના ડરને કારણે ભારતમાં આશ્રય લેવા માટે આવ્યા હતા અને 31 ડિસેમ્બર, 2024 ના રોજ અથવા તે પહેલાં પાસપોર્ટ અથવા અન્ય મુસાફરી દસ્તાવેજો તેમ જ માન્ય દસ્તાવેજો વિના ભારતમાં પ્રવેશ્યા હતા, અથવા પાસપોર્ટ અથવા અન્ય મુસાફરી દસ્તાવેજો અને બીજા માન્ય દસ્તાવેજો સાથે પણ આવ્યા હતા અને આવા દસ્તાવેજોની માન્યતા સમાપ્ત થઈ ગઈ હોય તેમ છતાં તેઓ અહીં જ છે તો તેમને માન્ય પાસપોર્ટ અને વિઝા રાખવાના નિયમમાંથી મુક્તિ આપવામાં આવશે."
Cut off date of CAA has been extended to 31st Dec 2024. That’s 10 years more than earlier.
— संवैधानिक डकैत (@Shivam_h9) September 3, 2025
That’s the commitment of PM @narendramodi towards Sanatan.
Bharat is the natural home of Hindus and people belonging to Sanatani civilisation.
Thank you PM?? pic.twitter.com/wWJoc8vAHa
ભારત સરકારનો આ આદેશ એ સ્પષ્ટ કરે છે કે જો પાડોશી દેશ નેપાળ અને ભૂતાનના લઘુમતી સમાજના નાગરિકો જો આ દેશોની સરહદથી ભારતમાં પ્રવેશ કરે છે, તો મુસાફરી કરવા અથવા અહીં રહેવા માટે તેમને કોઈપણ પાસપોર્ટ અને વિઝાની જરૂર પડશે નહીં. આ વ્યવસ્થા શરણાર્થીઓ માટે પહેલાની જેમ જ ચાલુ રહેશે. જોકે, જો કોઈ નેપાળ અથવા ભૂતાનનો નાગરિક ચીન, મકાઉ, હૉંગકૉંગ અથવા પાકિસ્તાનથી ભારતમાં આવે છે, તો તેની પાસે માન્ય પાસપોર્ટ હોવો ફરજિયાત રહેશે. ઉલ્લેખનીય છે કે ભારતીય નાગરિકોને નેપાળ અથવા ભૂતાનની સરહદથી ભારતમાં આવવા અને ત્યાં જવા માટે પાસપોર્ટ અથવા વિઝાની જરૂર પડતી નથી, પરંતુ જો તેઓ નેપાળ અથવા ભૂતાન સિવાય અન્ય કોઈપણ દેશમાંથી ભારત આવે છે, તો તેમની પાસે માન્ય પાસપોર્ટ અને બીજા દસ્તાવેજો હોવા જરૂરી છે.

