Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > બેસ્ટ ઇન્વેસ્ટિગેશન અને કન્વિક્શન બદલ ગોંદિયા અને થાણેની પોલીસ-ટીમનું બહુમાન

બેસ્ટ ઇન્વેસ્ટિગેશન અને કન્વિક્શન બદલ ગોંદિયા અને થાણેની પોલીસ-ટીમનું બહુમાન

Published : 16 April, 2026 11:11 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

રાજ્યના ડિરેક્ટર જનરલ ઑફ પોલીસ (DGP) સદાનંદ દાતેએ ગોંદિયા અને થાણેની પોલીસ-ટીમોને તેમની ઉત્કૃષ્ટ કામગીરી બદલ સન્માનિત કરી હતી.

બન્ને વિજેતા ટીમને DGPએ સન્માનિત કરી હતી.

બન્ને વિજેતા ટીમને DGPએ સન્માનિત કરી હતી.


મહારાષ્ટ્ર પોલીસ દ્વારા ફેબ્રુઆરી ૨૦૨૬ના મહિના માટે બેસ્ટ ઇન્વેસ્ટિગેશન (તપાસ) અને બેસ્ટ કન્વિક્શન (સજા) અવૉર્ડની જાહેરાત કરવામાં આવી છે. રાજ્યના ડિરેક્ટર જનરલ ઑફ પોલીસ (DGP) સદાનંદ દાતેએ ગોંદિયા અને થાણેની પોલીસ-ટીમોને તેમની ઉત્કૃષ્ટ કામગીરી બદલ સન્માનિત કરી હતી.

ગોંદિયા જિલ્લાની સાલેકસા પોલીસ-ટીમને બેસ્ટ ઇન્વેસ્ટિગેશન અવૉર્ડ મળ્યો છે. માઇક્રોફાઇનૅન્સ કંપનીના એક કર્મચારીની હત્યાના આ જટિલ કેસમાં કોઈ પ્રત્યક્ષદર્શી સાક્ષી નહોતો. પોલીસે ઘટનાસ્થળેથી મળેલા માત્ર એક દોરડાના આધારે ઝીણવટભરી તપાસ કરીને આરોપી સુધી પહોંચવામાં સફળતા મેળવી હતી. થાણેની શીળ-ડાઇઘર પોલીસ-ટીમને બેસ્ટ કન્વિક્શન માટે અવૉર્ડ મળ્યો છે. દિવા ક્રીક વિસ્તારમાં લોખંડની પેટીમાંથી હાથ-પગ બાંધેલી હાલતમાં એક મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસે મજબૂત ફૉરેન્સિક પુરાવા એકઠા કરીને કોર્ટમાં અસરકારક રજૂઆત કરી હતી જેના પરિણામે ૨૫ ફેબ્રુઆરીએ કોર્ટે બન્ને આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી હતી. 


Whatsapp-channel Whatsapp-channel

16 April, 2026 11:11 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK