૨૦૨૪ના જૂન મહિનામાં કોસ્ટલ રોડનો હાજી અલી સ્ટ્રેચ શરૂ કરવામાં આવ્યો હતો
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
૨૦૨૪ના જૂન મહિનામાં કોસ્ટલ રોડનો હાજી અલી સ્ટ્રેચ શરૂ કરવામાં આવ્યો હતો. હજી એને એક વર્ષ કરતાં થોડો જ વધુ સમય થયો છે ત્યાં બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)એ આ રોડના કેટલાક ભાગોમાં રીસર્ફેસિંગનું કામ શરૂ કરી દીધું છે. BMCના અધિકારીઓએ જણાવ્યું હતું કે ‘હાજી અલી મુખ્ય પુલથી સમુદ્ર મહલ સ્ટ્રેચ સુધીના રસ્તાના કેટલાક ભાગ પર રીસર્ફેસિંગ ચાલી રહ્યું છે. કૉન્ટ્રૅક્ટર બ્રિજ પર અગાઉ નાખેલા ડામરને દૂર કરીને નવું લેવલ બનાવી રહ્યો છે.’
થોડા મહિનાઓ અગાઉ આ રસ્તા પર પૅચવર્ક હોવાના વિડિયો સામે આવ્યા હતા અને ત્યારે પણ BMCએ સ્પષ્ટતા કરી હતી કે રસ્તાનું સંપૂર્ણ સમારકામ હાથ ધરવામાં આવશે ત્યારે પૅચવર્ક દૂર કરવામાં આવશે.


