Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > સંબંધીની દફનવિધિમાંથી પાછા ફરી રહેલા પરિવારની કાર કૂવામાં પટકાઈ

સંબંધીની દફનવિધિમાંથી પાછા ફરી રહેલા પરિવારની કાર કૂવામાં પટકાઈ

Published : 09 August, 2026 09:33 AM | IST | Jalna
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

બાઇકરને બચાવવામાં થયેલા અકસ્માતમાં જાલનાની બે મહિલાનાં મૃત્યુ, બે ઘાયલ

ખુલ્લા કૂવામાં પડી ગયેલી કારને ક્રેનની મદથી બહાર કાઢવામાં આવી હતી.

ખુલ્લા કૂવામાં પડી ગયેલી કારને ક્રેનની મદથી બહાર કાઢવામાં આવી હતી.


જાલના જિલ્લાના પદમાવતી ગામ પાસે કારનો ગોઝારો અકસ્માત થયો હતો. શુક્રવારે રાતે ૮ વાગ્યે પૂરઝડપે જઈ રહેલી કાર ફંટાઈ ગઈ હતી અને એક ખુલ્લા કૂવામાં પટકાઈ હતી. આ દુર્ઘટનામાં એક મહિલાનું પાણીમાં ડૂબી જવાથી મોત થયું હતું, જ્યારે બીજી મહિલાનું સારવાર દરમ્યાન મોત થયું હતું. સ્થાનિક નાગરિકોએ મદદ કરવાથી બે પુરુષોને બચાવી લેવામાં સફળતા મળી હતી. 
આ મુસાફરો એક સંબંધીની દફનવિધિ પતાવીને તેમના ગામ ધાવડા પાછા ફરી રહ્યા હતા. એ સમયે એક બાઇકરને બચાવવા જતાં સ્ટીઅરિંગ પરનો કન્ટ્રોલ ગુમાવતાં કાર રોડની સાઇડમાં આવેલા ખુલ્લા, કઠેડા વગરના કૂવામાં પટકાઈ હતી. કાર પટકાયાનો જોરદાર અવાજ સાંભળીને સ્થાનિક લોકો તરત જ ઘટનાસ્થળે દોડી ગયા હતા. મોડી રાત સુધી કાર અને એક મહિલા કૂવામાં જ હતાં, જ્યારે અન્ય એક મહિલાને બહાર કાઢી બુલઢાણા લઈ જઈને સારવાર અપાઈ રહી હતી ત્યારે તેનું સારવાર દરમ્યાન મોત થયું હતું. અકસ્માતમાં બહુ ખરાબ રીતે નુકસાન પામેલી કારને ક્રેનની મદદથી બહાર કાઢવી પડી હતી. એ પછી અંદર રહેલી મહિલાનો મૃતેદહ કૂવામાંથી બહાર કાઢવામાં આવ્યો હતો. બચાવી લેવાયેલા બન્ને પુરુષોને પ્રમાણમાં નાની-મોટી ઈજા થઈ હતી. 


Whatsapp-channel Whatsapp-channel

09 August, 2026 09:33 AM IST | Jalna | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK