Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ગોરેગામ-મુલુંડ લિન્ક રોડ પ્રોજેક્ટ આડે આવતાં ગેરકાયદે બાંધકામો દૂર કરવામાં આવ્યાં

ગોરેગામ-મુલુંડ લિન્ક રોડ પ્રોજેક્ટ આડે આવતાં ગેરકાયદે બાંધકામો દૂર કરવામાં આવ્યાં

Published : 01 June, 2026 10:11 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

BMCની મુલુંડ અને ભાંડુપમાં ૧૫૦ ગેરકાયદે બાંધકામો વિરુદ્ધ કાર્યવાહી

ગેરકાયદે બાંધકામો વિરુદ્ધ BMCએ હાથ ધરેલી કાર્યવાહી.

ગેરકાયદે બાંધકામો વિરુદ્ધ BMCએ હાથ ધરેલી કાર્યવાહી.


ગોરેગામ-મુલુંડ લિન્ક રોડ પ્રોજેક્ટ માટે અડચણરૂપ ઠરેલાં મુલુંડ-વેસ્ટના અમરનગર અને ભાંડુપ-વેસ્ટના ખિંડીપાડામાં આવેલાં ૧૫૦ ગેરકાયદે બાંધકામો વિરુદ્ધ રવિવારે BMCએ કાર્યવાહી કરીને એમને તોડી પાડ્યાં હતાં. BMCના T વૉર્ડના ઍન્ટિ-એન્ક્રોચમેન્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસ-બંદોબસ્ત સાથે હાથ ધરાયેલી કાર્યવાહીમાં BMCના એન્જિનિયરોએ ભાગ લીધો હતો. રેસિડેન્શિયલ અને કમર્શિયલ સ્ટ્રક્ચર્સ જે ગેરકાયદે ઠર્યાં હતાં એમને હટાવાયા હોવાની માહિતી ‍BMCએ આપી હતી. આ કાર્યવાહી આગામી દિવસોમાં પણ ચાલુ રખાશે અને વધુ ૨૩૪ ગેરકાયદે બાંધકામોને પણ તોડી પાડવામાં આવશે એમ BMCએ જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે ૧૨.૨૦ કિલોમીટરના ગોરેગામ-મુલુંડ લિન્ક રોડ પ્રોજેક્ટનું કામ ૪ તબક્કામાં પૂરું કરવામાં આવશે, જે અંતર્ગત અન્ડરપાસ અને ઓવરબ્રિજ પણ બનાવવામાં આવશે.

પોલીસના મીરા-ભાઈંદર અને વસઈ-વિરારમાં દારૂના ગેરકાયદે અડ્ડાઓ પર દરોડા: પુણેમાં ઝેરી દારૂને કારણે થયેલાં મૃત્યુ બાદ MBVVમાં પણ પોલીસ ઍક્શન મોડમાં



પુણેના પિંપરી-ચિંચવડમાં મિથેનૉલ ભેળવેલો ઝેરી દારૂ પીવાને કારણે મૃત્યુ પામેલા લોકોની સંખ્યા વધીને ૨૪ થઈ છે ત્યારે હવે આવો કોઈ કાંડ મીરા-ભાઈંદર, વસઈ-વિરાર (MVBB)માં ન બને એ માટે પોલીસ ઍક્શન મોડમાં આવી ગઈ છે. પેલ્હાર પોલીસ અને વિરાર પોલીસની ક્રાઇમ બ્રાન્ચે વસઈ-વિરારનાં જંગલોમાં ચલાવાતા દારૂ બનાવવાના ગેરકાયદે અડ્ડાઓ પર દરોડા પાડ્યા હતા. બે જુદી-જુદી કાર્યવાહીમાં પોલીસે કુલ ૧,૬૯,૩૫૦ રૂપિયાનો દારૂ જપ્ત કરીને નષ્ટ કર્યો હતો. વિરાર ક્રાઇમ બ્રાન્ચ યુનિટ-૩ અને પેલ્હાર ક્રાઇમ ડિટેક્શન બ્રાન્ચે સૌપ્રથમ વસઈ ફાટા પાસે રિચર્ડ કમ્પાઉન્ડ નજીક આવેલાં ગાઢ જંગલોમાં અને બાદમાં બરફપાડાનાં જંગલોમાં ચાલતા ગેરકાયદે દારૂના અડ્ડાઓ પર કાર્યવાહી કરી હતી. અડ્ડાઓ પર ત્રાટકીને પોલીસે દારૂ નષ્ટ કર્યો હતો અને દારૂ બનાવવા વપરાતો કાચો માલ અને અન્ય સામાન જપ્ત કર્યો હતો. આ મામલે પોલીસે બે મહિલા વિરુદ્ધ મહારાષ્ટ્ર પ્રોહિબિશન ઍક્ટની કલમો હેઠળ ગુનો નોંધીને કાર્યવાહી કરી હતી. 


Whatsapp-channel Whatsapp-channel

01 June, 2026 10:11 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK