મુંબઈમાં નીચેના વિવિધ સ્થળોએ જલારામ જયંતીની આજે ઉજવણી કરવામાં આવશે.
જલારામ બાપા
જલારામ રામ રોટી મંડળ, દહિસર-ઈસ્ટ
પ્રતિ વર્ષની પરંપરા પ્રમાણે આજે જલારામબાપાની ૨૨૬મી જન્મજયંતી નિમિત્તે દહિસરમાં જલારામ રામ રોટી મંડળ દ્વારા જલારામ જયંતી ઉત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. પ્રતિ વર્ષ પ્રમાણે આજે સવારે ૮ વાગ્યે જલારામ મંદિરથી શોભાયાત્રા નીકળશે. મહાપ્રસાદ સવારે ૧૧થી બપોરે બે વાગ્યા દરમ્યાન યોજાશે. વધુ માહિતી માટે 98208 19388 નંબર પર સંપર્ક કરવો. સ્થળ : સ્વામી વિવેકાનંદ સ્કૂલ, મિસ્કીટા નગર, દહિસર-ઈસ્ટ.
ADVERTISEMENT
શ્રી જલારામ મંદિર, બોરીવલી-ઈસ્ટ
જય શ્રી જલારામ મિત્ર મંડળ, સ્થાનિક રહેવાસીઓ અને ભાવિક ભક્તો દ્વારા બોરીવલી-ઈસ્ટમાં કાર્ટર રોડ નંબર પાંચ પર ઓમ શ્રી સિદ્ધેશ્વર સોસાયટીમાં આવેલા શ્રી જલારામ મંદિરમાં આજે ૨૯ ઑક્ટોબરે સંત શિરોમણિ શ્રી જલારામબાપાની જન્મજયંતી ઉત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. કાર્યક્રમની રૂપરેખા પ્રમાણે સવારે ૯ વાગ્યે ધ્વજારોહણ અને ત્યાર બાદ પાલખી શ્રી ગોપાલ કૃષ્ણ (B વિન્ગથી) મેલડી માતા મંદિર પાસેથી નીકળી અંબાજી મંદિર, બજરંગદાસબાપાની મઢૂલી થઈ જલારામ મંદિરે આવશે. બપોરે ૪થી ૬ વાગ્યા દરમ્યાન રાધાકૃષ્ણ મહિલા મંડળ દ્વારા ભજન, સાંજે ૭ વાગ્યે આરતી અને રાત્રે ૮ વાગ્યે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે.
શ્રી મુઘ્રણેશ્વર મહાદેવ મંદિર, દહિસર-ઈસ્ટ
દહિસર-ઈસ્ટના આનંદ નગરમાં આવેલા શ્રી મુઘ્રણેશ્વર મહાદેવ મંદિરમાં જલારામ મિત્ર મંડળ દ્વારા આજે જલારામ જયંતી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. મહાપ્રસાદ સવારે ૧૧.૩૦ વાગ્યાથી શરૂ થશે. જયેષ્ઠ નાગરિકો માટે મહાપ્રસાદ બપોરે બે વાગ્યા પછી ઘરે લઈ જવા માટે મળશે. વધુ માહિતી માટે જયેશ ઉનડકટનો 90220 55282 નંબર પર સંપર્ક કરવો.
દાણાબજાર, વાશી
દર વર્ષની જેમ આ વર્ષે પણ વાશીના સેક્ટર-૯, એ.પી.એમ.સી. માર્કેટ-2માં આવેલા દાણાબજારમાં K ગલી ગ્રાઉન્ડમાં શ્રી જલારામબાપાની ૨૨૬મી જન્મજયંતી નિમિત્તે શ્રી જલારામ જયંતી ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. ઉત્સવ સવારે ૧૧.૩૦ વાગ્યાથી શરૂ થશે. આયોજકો દ્વારા સર્વે ભાવિક ભક્તોને મહાપ્રસાદ લેવાનું ભાવભર્યું આમંત્રણ છે.


