ભૂષણ ગગરાણીએ તેમને કહ્યું હતું કે આવી વૈકલ્પિક જગ્યાઓ શોધીને એ વિશે કોર્ટને જણાવવામાં આવશે.
પ્રતિનિધિમંડળે લોકોને ત્રાસ ન થાય એ રીતે કબૂતરખાનાં માટે વૈકલ્પિક જગ્યા આપવાની માગણી BMCને કરી હતી.
મુંબઈનાં કબૂતરખાનાંઓ માટે જનતાને, મુંબઈગરાઓને ત્રાસ ન થાય એવી વૈકલ્પિક જગ્યાઓ બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)એ શોધીને ફાળવવી એવી રજૂઆત ગઈ કાલે જૈન સમાજના પ્રતિનિધિમંડળે BMCના કમિશનર ભૂષણ ગગરાણીને કરી હતી. ત્યારે ભૂષણ ગગરાણીએ તેમને કહ્યું હતું કે આવી વૈકલ્પિક જગ્યાઓ શોધીને એ વિશે કોર્ટને જણાવવામાં આવશે.
મુંબઈમાં અલગ-અલગ જગ્યાએ આવેલાં કબૂતરખાનાં કોર્ટના આદેશના પગલે બંધ કરવામાં આવ્યાં છે તેમ જ કબૂતરખાનાંઓમાં ચોક્કસ સમયે, એ પણ મર્યાદિત માત્રામાં કબૂતરોને ચણ નાખવું કે નહીં એ બાબતે કોર્ટે વાંધાવચકા અને સૂચન મગાવવાનું જણાવતાં BMCએ એ મગાવ્યાં છે.
આ સંદર્ભે શ્રી મુંબઈ જૈન સંઘ સંગઠનના નીતિન વોરા, મુકેશ જૈન, અતુલ શાહ, વિજય જૈન; અધ્યાત્મ પરિવારના હિતેશ મોતાના પ્રતિનિધિમંડળે લોકોને ત્રાસ ન થાય એ રીતે કબૂતરખાનાં માટે વૈકલ્પિક જગ્યા આપવાની માગણી BMCને કરી હતી.


