ગઈ કાલે પૂરા થયેલા જુલાઈ મહિનામાં ૧૭૦૪ મિલીમીટર વરસાદ પડ્યો હતો.
પ્રતીકાત્મક તસવીર
મુંબઈમાં ૧૯૫૧થી અત્યાર સુધી જુલાઈ મહિનામાં સૌથી વધુ ૧૭૬૮ મિલીમીટર વરસાદ ગયા વર્ષે નોંધાયો હતો. આ વર્ષે વરસાદનો આ ઑલટાઇમ રેકૉર્ડ તૂટતાં જરાકમાં રહી ગયો છે. ગઈ કાલે પૂરા થયેલા જુલાઈ મહિનામાં ૧૭૦૪ મિલીમીટર વરસાદ પડ્યો હતો. જુલાઈ મહિનાના છેલ્લા પાંચ દિવસમાં માત્ર ૪૫ મિલીમીટર વરસાદ જ પડ્યો હતો. આથી વરસાદનું પ્રમાણ ઘટવાને લીધે ઑલટાઇમ રેકૉર્ડ નથી થઈ શક્યો. ૨૦૨૦માં જુલાઈ મહિનામાં ૧૫૦૨ મિલીમીટર વરસાદ થયો હતો. થોડા દિવસથી ચોમાસાની આ સીઝનમાં વરસાદે વિરામ લીધો છે, પણ આજથી વરસાદનો નવો રાઉન્ડ થવાની આગાહી હવામાન વિભાગે કરી છે. આગામી બે દિવસમાં ભારેથી અતિ ભારે વરસાદ થઈ શકે છે.
૧૦૦૦ મીલીમીટરથી
વધુ વરસાદ
૨૦૦૯ : ૧૧૪૨ મિલીમીટર
૨૦૧૦ : ૧૨૫૦ મિલીમીટર
૨૦૧૧ : ૧૩૧૩ મિલીમીટર
૨૦૧૪ : ૧૪૬૯ મિલીમીટર
૨૦૧૯ : ૧૪૬૪ મિલીમીટર
૨૦૨૦ : ૧૫૦૨ મિલીમીટર
૨૦૨૨ : ૧૨૪૫ મિલીમીટર
૨૦૨૩ : ૧૭૬૮ મિલીમીટર
૨૦૨૪ : ૧૭૦૪ મિલીમીટર
ADVERTISEMENT

