કોડ ટુ એન્હાન્સ લર્નિંગ (CEL) SVP ઇન્ડિયાના સહયોગથી ગાંધીનગરમાં પ્રારંભિક જિલ્લા-સ્તરીય કોમ્પ્યુટેશનલ થિંકિંગ ઇવેન્ટ, "CS હેકાથોન ઉત્સવ"નું આયોજન કર્યું.
વિજેતાઓની તસવીરોનો કૉલાજ
કોડ ટુ એન્હાન્સ લર્નિંગ (CEL) SVP ઇન્ડિયાના સહયોગથી ગાંધીનગરમાં પ્રારંભિક જિલ્લા-સ્તરીય કોમ્પ્યુટેશનલ થિંકિંગ ઇવેન્ટ, "CS હેકાથોન ઉત્સવ"નું આયોજન કર્યું. ૧૧૯ જિલ્લા પંચાયત શાળાઓના પ્રારંભિક ૩,૬૧૨ વિદ્યાર્થીઓમાંથી, ૧૦ શાળાઓના ૩૦ વિદ્યાર્થીઓએ ભવ્ય હેકાથોન ફિનાલેમાં પ્રવેશ કર્યો જેમાં વાર્તાઓ, રમતો અને એનિમેશન જેવા ઇન્ટરેક્ટિવ માધ્યમોનો ઉપયોગ કરીને બાળ લગ્ન, ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન અને બાળકોમાં કુપોષણ જેવી વાસ્તવિક દુનિયાની સમસ્યાઓના ઉકેલ પર સ્ક્રેચ-આધારિત પ્રોજેક્ટ્સ દર્શાવવામાં આવ્યા હતા.
હેકાથોન ઉત્સવમાં ત્રણ વિજેતા શાળાઓ આ હતી:
ADVERTISEMENT
૧. પહાડભાઈ મુવાડી જિલ્લા પંચાયત પ્રાથમિક શાળા
૨. બાલિયાનગર માણેકપુર જિલ્લા પંચાયત પ્રાથમિક શાળા
૩. પ્રાંતિયા જિલ્લા પંચાયત પ્રાથમિક શાળા
તેમને ગાંધીનગરના જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી ડૉ. પિયુષ પટેલ; સુધીર કુલકર્ણી (SVP ઇન્ડિયા), ઇરફાન લાલાણી (સ્થાપક અને CEO CEL) અને અન્ય અગ્રણી ઉદ્યોગ નેતાઓ દ્વારા લેપટોપ, ગુજરાતીમાં કોડિંગ પુસ્તિકાઓ અને અન્ય ભેટો આપવામાં આવી હતી. જિલ્લા શિક્ષણ અને તાલીમ સંસ્થા (DIET)ના અધિકારીઓ પણ હાજર હતા.
CEL એ મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ અને ગુજરાતમાં ૫૦,૦૦૦થી વધુ વિદ્યાર્થીઓને ઇન્ફ્લુએન્સ કર્યા છે. ગુજરાતમાં, તેમનો ઉદ્દેશ આગામી ૩ વર્ષમાં ૧૦,૦૦૦ વિદ્યાર્થીઓ સુધી પહોંચવાનો છે. ધોરણ ૫-૮ ના વિદ્યાર્થીઓ માટે રચાયેલ, આ હેકાથોન ઇવેન્ટમાં સહભાગીઓએ વ્યસન, કચરો વ્યવસ્થાપન, વનનાબૂદી, રોડ સેફ્ટી, વૃક્ષારોપણ અને શોષણ જેવા મુદ્દાઓને ઉકેલવા માટે એપ્લિકેશન્સ અને ગેમ્સ ડેવલપ કરવામાં આવી હતી.
આ કાર્યક્રમ વિશે SVP ઇન્ડિયા-અમદાવાદ ચેપ્ટરના પાર્ટનર સુધીર કુલકર્ણીએ જણાવ્યું કે, “SVP અમદાવાદને તેમના પ્રભાવશાળી પ્રોજેક્ટ્સમાં કોડ ટુ એન્હાન્સ લર્નિંગને સમર્થન આપવાનો ગર્વ છે. સરકારી શાળાના વિદ્યાર્થીઓને કમ્પ્યુટર શિક્ષણ પૂરું પાડવાથી તેમને એક મહત્વપૂર્ણ કૌશલ્ય મળે છે જે 21મી સદીના દરેક વિદ્યાર્થી પાસે હોવું જોઈએ. CELના પાર્ટનર્સ, યતીન્દ્ર શર્મા, પવન બકેરી અને જયંત મૂર્તિ સંસ્થાને ટકાઉ વિકાસ માટે માર્ગદર્શન આપી રહ્યા છે. વધુમાં, CELનો અભ્યાસક્રમ વિદ્યાર્થીઓને સર્જનાત્મક રીતે વિચારવા અને સહયોગથી સમસ્યાઓનું નિરાકરણ લાવવા સક્ષમ બનાવે છે.”
CELના સ્થાપક અને CEO ઇરફાન લાલાણીએ જણાવ્યું કે, “કોડિંગ ફક્ત વાક્યરચના લખવા વિશેની બાબત નથી; તે એક કળા છે. તે સમસ્યાઓને ઊંડાણપૂર્વક સમજવા, તેમને સરળ ભાગોમાં વિભાજીત કરવા અને સહયોગ તેમજ દ્રઢતાથી સર્જનાત્મક રીતે ઉકેલવા વિશે છે. આ પગલું રાષ્ટ્રીય શિક્ષણ નીતિના વિદ્યાર્થીઓને 21મી સદીના આવશ્યક કૌશલ્યોથી સજ્જ કરવાના વિઝન સાથે લેવામાં આવ્યું છે.”
કોડ ટુ એન્હાન્સ લર્નિંગ: CEL એ એક બિન-લાભકારી સંસ્થા છે જે ધોરણ 4-9 ના વિદ્યાર્થીઓમાં વિવેચનાત્મક વિચારસરણી, સર્જનાત્મકતા, સહયોગ અને દ્રઢતા કેળવવા માટે કોડિંગનો ઉપયોગ કરવા માટે સમર્પિત છે. CEL એ એક ઇન્ટરેક્ટિવ અને આકર્ષક કમ્પ્યુટર શિક્ષણ અને કોડિંગ અભ્યાસક્રમ વિકસાવ્યો છે, જે સ્થાનિક સરકારી સંસ્થાઓના સમર્થનથી સરકારી શાળાઓમાં લાગુ કરવામાં આવે છે. આ સંસ્થા આગામી ત્રણ વર્ષમાં ગુજરાતમાં 10,000 વિદ્યાર્થીઓ સુધી પહોંચવાનો લક્ષ્ય રાખે છે.
SVP India: SVP India એ ભારતના આઠ મુખ્ય શહેરોમાં 700 થી વધુ લોકો (ભાગીદારો)નો સમાવેશ કરીને કાર્યરત પરોપકારીઓનો એક અખિલ ભારતીય સમુદાય છે. SVP India તેના ભાગીદારોના સમય, કુશળતા અને જોડાણોનો ઉપયોગ નોંધાયેલા NGOના પ્રભાવને વધારવા માટે કરે છે. SVP Indiaનું અમદાવાદ ચેપ્ટર હાલમાં શહેરમાં 11 NGOને સપોર્ટ કરે છે.

