મહારાષ્ટ્રમાં યુવતી અને મહિલાના શોષણ થવાના મામલા સામે આવી રહ્યા છે ત્યારે છત્રપતિ સંભાજીનગરમાં બાલવિવાહ કરાવવામાં આવ્યા હોવાનો કેસ પોલીસ-ચોપડે નોંધાયો છે
પ્રતીકાત્મક તસવીર
મહારાષ્ટ્રમાં યુવતી અને મહિલાના શોષણ થવાના મામલા સામે આવી રહ્યા છે ત્યારે છત્રપતિ સંભાજીનગરમાં બાલવિવાહ કરાવવામાં આવ્યા હોવાનો કેસ પોલીસ-ચોપડે નોંધાયો છે. છત્રપતિ સંભાજીનગર જિલ્લાના ગંગાપુર તાલુકાના ભેંડાળા ગામમાં ત્રણ મહિના પહેલાં ૧૫ વર્ષની સગીર કન્યા સાથે પૈઠણ તાલુકાના એક ગામમાં રહેતા સની ભાલેરાવ નામના યુવકનાં લગ્ન કરાવવામાં આવ્યાં હતાં. કન્યા સગીર હોવા છતાં તેનાં લગ્ન કરાવવામાં આવ્યાં હોવાની જાણ કરવામાં આવ્યા બાદ ગંગાપુર પોલીસે કન્યા, તેનો પતિ, લગ્ન કરાવનાર પંડિત, લગ્નનો મંડપ ઊભો કરનાર અને લગ્નમાં સામેલ થનાર કુલ ૧૫૮ લોકો સામે ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે. મહારાષ્ટ્રમાં બાલવિવાહને રોકવા માટે બાલવિવાહ વિભાગ બનાવવામાં આવ્યો છે એના અધિકારીએ ફરિયાદ નોંધાવી હતી.

