શનિવારે ભીમાબાઈનું બીમારીને લીધે અવસાન થયું હતું. આથી મંદિરના સંચાલકોએ ભીમાબાઈની પુત્રીઓ અને પુત્રને જાણ કરી હતી. બધાં મંદિરમાં પહોંચ્યાં હતાં
મોહળ શહેરના મંદિરના સંચાલકોએ ભીમાબાઈ ચટકેની અંતિમક્રિયા કરી હતી.
મહારાષ્ટ્રના સોલાપુર જિલ્લાના મોહળ શહેરમાં એક અત્યંત ચોંકાવનારી ઘટના બની છે. ૭૫ વર્ષનાં ભીમાબાઈ નાગનાથ ચટકે નામનાં વૃદ્ધાને આઠ પુત્રી અને એક પુત્ર હોવા છતાં તેમને તરછોડી દેવામાં આવ્યાં હતાં અને તેઓ એક મંદિરમાં રહેતાં હતાં. શનિવારે ભીમાબાઈનું બીમારીને લીધે અવસાન થયું હતું. આથી મંદિરના સંચાલકોએ ભીમાબાઈની પુત્રીઓ અને પુત્રને જાણ કરી હતી. બધાં મંદિરમાં પહોંચ્યાં હતાં, પરંતુ એમાંથી કોઈએ માતાના અંતિમ સંસ્કારની જવાબદારી નહોતી લીધી. તેમણે મંદિરના સંચાલકોને જ અંતિમક્રિયા કરવાનું કહ્યું હતું અને તેઓ મંદિરમાંથી જતાં રહ્યાં હતાં. આ જોઈને બધા ચોંકી ઊઠ્યા હતા. મોહળના રહેવાસીઓના જણાવ્યા મુજબ ભીમાબાઈના પતિ નાગનાથનું અવસાન થયા બાદ તેમના નામની આઠ એકર જમીન આઠેય પુત્રીના નામે સરખે ભાગે કરી દેવામાં આવી હતી. પિતાની જમીન બધી બહેનોએ સ્વીકારી હતી, પણ માતાને તેમણે તરછોડી દીધી હતી.

