કપિલ ધરવાડી ગામમાં ૧ ઑક્ટોબરે પાંચથી ૬ ફુટ પહોળી તિરાડ પડી ગઈ હતી
તિરાડ પાંચથી છ ફુટ લાંબી થઈ હતી
બીડનો જાણીતો કપિલ ધરવાડી વૉટર-ફૉલ જ્યાં આવેલો છે એ કપિલ ધરવાડી ગામમાં ૧ ઑક્ટોબરે પાંચથી ૬ ફુટ પહોળી તિરાડ પડી ગઈ હતી. ડિસ્ટ્રિક્ટ કલેક્ટર વિવેક જૉન્સને કહ્યું હતું કે ‘તિરાડ પાંચથી છ ફુટ લાંબી થતાં આ બાબતે જિયોલૉજિકલ સર્વે ઑફ ઇન્ડિયાને એની જાણ કરવામાં આવી હતી. ગામમાં ૮૫ પરિવાર રહે છે અને તેમના અંદાજે ૪૦૦ જેટલા સભ્યો છે. તેમને આગોતરી સાવચેતીના પગલારૂપે અત્યારે મનમઠ સ્વામી મંદિરની ધર્મશાળામાં ખસેડવામાં આવ્યા છે. અમે તેમનો વસવાટ બીજે કરાવવાનો નિર્ણય લીધો છે અને એ માટે સાઇટ-લોકેશન પર કામ પણ ચાલુ કરી દીધું છે.’

