Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > મહારાષ્ટ્રમાં જળસંકટઃ કાર-બાઇક ધોવા માટે પીવાના પાણીના વપરાશ પર પ્રતિબંધની તૈયારી

મહારાષ્ટ્રમાં જળસંકટઃ કાર-બાઇક ધોવા માટે પીવાના પાણીના વપરાશ પર પ્રતિબંધની તૈયારી

Published : 27 November, 2026 10:00 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

મુખ્ય ડૅમોમાં જળસંગ્રહ ઘટીને ૬૭.૮૯ ટકા થતાં સરકાર મેટ્રોપૉલિટન શહેરોની હાઉસિંગ સોસાયટીઓ અને વૉશિંગ સેન્ટરો માટે SOP જાહેર કરશે.

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

પ્રતીકાત્મક ફાઇલ તસવીર


મહારાષ્ટ્રમાં જળસંકટની ગંભીર બનતી સ્થિતિને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર મેટ્રોપૉલિટન શહેરોમાં આવેલાં કાર-વૉશિંગ સેન્ટરો અને હાઉસિંગ સોસાયટીઓમાં કાર તેમ જ ટૂ-વ્હીલર ધોવા માટે પીવાના પાણીના વપરાશ પર પ્રતિબંધ મૂકવાની યોજના બનાવી રહી છે. રાજ્યના મુખ્ય ડૅમોમાં પાણીનો જથ્થો ગયા વર્ષના ૯૫.૩૦ ટકાથી ઘટીને ૬૭.૮૯ ટકા થઈ જતાં આ પ્રસ્તાવ લાવવામાં આવ્યો છે.

આ પ્રસ્તાવ હજી પ્રાથમિક તબક્કામાં છે અને સરકાર ટૂંક સમયમાં તમામ મહાનગરપાલિકાઓને એક સ્ટાન્ડર્ડ ઑપરેટિંગ પ્રોસીજર (SOP) જાહેર કરશે. રાજ્ય સરકારની દુષ્કાળ સબ-કમિટીના અધ્યક્ષ અને રેવન્યુ પ્રધાન ચંદ્રશેખર બાવનકુળેએ ગુરુવારે જણાવ્યું હતું કે પ્રતિબંધોને આખરી ઓપ આપવા માટે ચીફ સેક્રેટરી સાથે એક બેઠક યોજવામાં આવશે અને એ પછી મહાનગરપાલિકાઓને જરૂરી દિશાનિર્દેશો આપવામાં આવશે.



સૂચિત પ્રતિબંધોમાં કમર્શિયલ વ્હીકલ વૉશિંગ સેન્ટરો ઉપરાંત વાહનો ધોવા માટે પીવાના પાણીનો ઉપયોગ કરતી રહેણાક સોસાયટીઓને પણ આવરી લેવામાં આવશે. આગામી ઉનાળાના મહિનાઓમાં પાણીપુરવઠાની ઉપલબ્ધતા વિશેની ચિંતા વચ્ચે પાણી બચાવવાના હેતુથી આ પગલું ભરવામાં આવી રહ્યું છે.


Whatsapp-channel Whatsapp-channel

27 November, 2026 10:00 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK