MNS workers beat Coaching Center Operator: વિપક્ષી નેતા રાજ ઠાકરેની પાર્ટી MNS ના કાર્યકરોની ગુંડાગીરી અટકવાનું નામ નથી લઈ રહી. કાર્યકરોએ કલ્યાણ વિસ્તારમાં એક કૉચિંગ સેન્ટરના માલિકને નિશાન બનાવ્યો છે અને તેમની ઑફિસમાં ઘૂસીને તેમને માર માર્યો છે.
વાયરલ વીડિયોનો સ્ક્રીનગ્રૅબ (તસવીર સૌજન્ય: સોશિયલ મીડિયા)
વિપક્ષી નેતા રાજ ઠાકરેની પાર્ટી મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (Maharashtra Navnirman Sena) ના કાર્યકરોની ગુંડાગીરી અટકવાનું નામ નથી લઈ રહી. હવે MNS ના કાર્યકરોએ મુંબઈ નજીક કલ્યાણ વિસ્તારમાં એક કૉચિંગ સેન્ટરના માલિકને નિશાન બનાવ્યો છે અને તેમની ઑફિસમાં ઘૂસીને તેમને માર માર્યો છે. કૉચિંગ સેન્ટરના વડા સિદ્ધાર્થ સિંહ ચંદેલ પર થયેલા આ હુમલાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર પણ વાયરલ થઈ રહ્યો છે. 2.30 મિનિટના આ ટૂંકા વીડિયોમાં, ત્રણ MNS કાર્યકરો ચંદેલની ઑફિસમાં તેમની સામે બેઠેલા જોઈ શકાય છે.
કલ્યાણ વિસ્તારમાં સિદ્ધાર્થ સિંહ ચંદેલ સિદ્ધાર્થ લૉજિક કૉચિંગ સેન્ટર ચલાવે છે, જે ભારતીય વહીવટી સેવા પ્રવેશ સહિતની સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે વિદ્યાર્થીઓને તૈયાર કરે છે. મનસેના કાર્યકરો એ વાતથી નારાજ હતા કે ચંદેલ પોતે કોઈ પણ ક્લાસ લીધા વિના વિદ્યાર્થીઓ પાસેથી ભારે ફી વસૂલતો હતો. વીડિયોમાં ચંદેલ, જે તે સમયે મોબાઇલ ફોન પર વાત કરી રહ્યો હતો, ગુંડાઓને શાંત કરવાનો પ્રયાસ કરતો જોવા મળે છે પરંતુ પરિસ્થિતિ ખૂબ જ ઝડપથી બગડી ગઈ.
ADVERTISEMENT
ત્રણ માણસોએ કૉચિંગ ઑપરેટરને માર માર્યો
થોડી સેકન્ડ પછી, વાયરલ વીડિયોમાં એક માણસ ચંદેલને થપ્પડ મારી રહ્યો છે અને બીજો એક માણસ તેના પર સ્ટેનલેસ સ્ટીલની બોટલ ફેંકી રહ્યો છે. આ ઘટનાથી ચોંકી ગયેલા, ચંદેલ તેમને શાંત કરવાનો પ્રયાસ કરે છે પરંતુ ત્રીજો માણસ તેના પર લાકડાનું બોર્ડ ફેંકે છે. આ દરમિયાન, તે જ રૂમમાં, કેટલીક ડરી ગયેલી છોકરીઓ એક ખૂણામાં ગભરાઈને આ ઘટનાને તેમના મોબાઇલ ફોનમાં કેદ કરે છે. મનસેના કાર્યકરો એ વાતથી નારાજ હતા કે ચંદેલ પોતે કોઈ પણ ક્લાસ લીધા વિના વિદ્યાર્થીઓ પાસેથી ભારે ફી વસૂલતો હતો. ચંદેલે ગુંડાઓને શાંત કરવાનો પ્રયાસ કરતો જોવા મળે છે પરંતુ પરિસ્થિતિ ખૂબ જ ઝડપથી બગડી ગઈ.
રાજ ઠાકરેને કોઈ અફસોસ કે પસ્તાવો નથી
મોટી વાત એ છે કે થોડા દિવસ પહેલા સુધી, મનસેના કાર્યકરો ભાષા વિવાદ અને મરાઠી ઓળખને મુદ્દો બનાવીને બિન-મરાઠીઓ પર હુમલો કરતા હતા, હવે તેમણે એક નવી ગુંડાગીરી શરૂ કરી છે. ગમે તે હોય, આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. તમને જણાવી દઈએ કે તાજેતરમાં જ મીરા રોડ અને વિક્રોલીમાં મનસેના લોકોએ કેટલાક દુકાનદારો અને સ્થળાંતરિત ઑટો ડ્રાઇવરોને માર માર્યો હતો. પરંતુ અત્યાર સુધી પાર્ટી કે રાજ ઠાકરેએ આ અંગે કોઈ અફસોસ વ્યક્ત કર્યો નથી. તેનાથી વિપરીત, ઠાકરેએ તેમના કાર્યકરોને બિન-મરાઠીઓને માર મારતી વખતે વીડિયો ન બનાવવાની સલાહ આપી હતી.

