મુંબઈના કાંદિવલી વિસ્તારમાં એક શખ્સે પત્ની પર ચરિત્ર શંકાને કારણે તેની અને દીકરાની હત્યા કરી દીધી. હત્યાને આપઘાતનું રૂપ આપવા માટે લાશને છત પર લટકાવી દીધી. પોલીસની તપાસમાં આપઘાતનો નહીં પણ હત્યાનો ખુલાસો થયો અને આરોપીની ધરપકડ કરી લેવામાં આવી.
પ્રતીકાત્મક તસવીર
મુંબઈના કાંદિવલી વિસ્તારમાં એક શખ્સે પત્ની પર ચરિત્ર શંકાને કારણે તેની અને દીકરાની હત્યા કરી દીધી. હત્યાને આપઘાતનું રૂપ આપવા માટે લાશને છત પર લટકાવી દીધી. પોલીસની તપાસમાં આપઘાતનો નહીં પણ હત્યાનો ખુલાસો થયો અને આરોપીની ધરપકડ કરી લેવામાં આવી.
મુંબઈના કાંદિવલી વિસ્તારમાં, એક વ્યક્તિએ તેની પત્ની અને પુત્રની હત્યા કરી અને તેને આત્મહત્યા જેવો દેખાડવાનો પ્રયાસ કર્યો. આરોપી શિવશંકર દત્તા (૪૦) એ સોમવારે પોલીસને જણાવ્યું હતું કે તેની પત્ની પુષ્પા દત્તા (૩૬) અને પુત્રએ ઘરે ફાંસી લગાવીને આત્મહત્યા કરી હતી.
ADVERTISEMENT
પોલીસે શરૂઆતમાં તેને આકસ્મિક મૃત્યુનો કેસ માનીને તપાસ શરૂ કરી હતી. પરંતુ આરોપીએ આપેલી માહિતીમાં વિસંગતતા જણાતાં પોલીસે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન, શિવશંકરે કબૂલ્યું કે તેણે તેની પત્નીની હત્યા કરી હતી કારણ કે તેને શંકા હતી કે તેણી સાથે ગેરકાયદેસર સંબંધ છે. હત્યા સમયે, તેના 10 વર્ષના દીકરાએ આ બધું જોયું, તેથી તેણે તેના દીકરાનું પણ ગળું દબાવીને હત્યા કરી દીધી.
પત્ની અને 10 વર્ષની પુત્રીની હત્યા
હત્યા બાદ, આરોપીઓએ આત્મહત્યા જેવું લાગે તે માટે છતના સ્ટીલના સળિયા સાથે નાયલોનની દોરડાથી લાશ લટકાવી દીધી. પોલીસે હત્યાના આરોપસર શિવશંકરની ધરપકડ કરી છે અને કેસની તપાસ ચાલી રહી છે.
પોલીસે આરોપીની ધરપકડ કરી
ઘટનાનો ખુલાસો કરતી વખતે પોલીસે કહ્યું કે જ્યારે પણ શિવશંકરની પૂછપરછ કરવામાં આવી ત્યારે તેણે દરેક વખતે અલગ અલગ જવાબો આપ્યા. કડક પૂછપરછ કરવામાં આવી ત્યારે તેણે પોતાનો ગુનો કબૂલી લીધો. તેને તેની પત્ની પર ગેરકાયદેસર સંબંધ હોવાની શંકા હતી.
આ પહેલા કાંદિવલીમાંથી નોંધાયો હતો આવો ગુનો
મુંબઈના કાંદિવલી વિસ્તારમાં એક 17 વર્ષની સગીરા પર બળાત્કાર કરી તેનો વીડિયો બનાવવામાં આવી હોવાની ચોંકાવનારી ઘટના બની હતી. આ મામલે સમતા નગર પોલીસ દ્વારા બે પુરુષો સહિત ધરપકડ કરી હતી અને એક સગીરને 6 જાન્યુઆરીએ 17 વર્ષની છોકરી પર બળાત્કાર કરવાના આરોપમાં કિશોર ગૃહમાં મોકલવામાં આવ્યો હતો, એમ એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું. અધિકારીએ જણાવ્યું હતું કે આરોપીએ આ કૃત્યનો વીડિયો પણ શૂટ કર્યો હતો.
પોલીસે જણાવ્યું હતું કે સગીર શંકાસ્પદ, જે 17 વર્ષનો છે તે આ પીડિતાની ઇમારતમાં રહેતો હતો, તેણે પીડિતાને તેના સંબંધીઓ બહાર હતા ત્યારે તેના ઘરે બોલાવી હતી. બે આરોપીઓ - એક 21 વર્ષનો પુરુષ અને એક 20 વર્ષનો પુરુષ, જે સગીરના શંકાસ્પદ મિત્રો છે. તેઓ ઘટના સમયે ઘરે હતા. તે બાદ આ ત્રણેય આરોપીઓએ પીડિતા પર કથિત રીતે ગૅન્ગ રેપ કર્યો હતો. બળાત્કાર બાદ તેમણે પીડિતાને બ્લૅકમેલ કરવા માટે આ રેપનો વાંધાજનક વીડિયો પણ શૂટ કર્યા હતા. ગુરુવારે સાંજે આ પીડિતાએ આખી ઘટનાની જાણ તેના માતાપિતાને કરી હતી જે બાદ, તેઓએ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધાવ્યો હતો,” એમ એક અધિકારીએ જણાવ્યું હતું.