Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > નેવલ ડૉકયાર્ડના ૯૦ વિડિયો પાકિસ્તાની જાસૂસી ઑપરેટિવ્સને મોકલાયા

નેવલ ડૉકયાર્ડના ૯૦ વિડિયો પાકિસ્તાની જાસૂસી ઑપરેટિવ્સને મોકલાયા

Published : 25 November, 2026 12:08 PM | Modified : 25 November, 2026 12:49 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

કોલાબાના રહેવાસી આરોપી બન્ટી રામપ્રકાશ મીણાની ગયા અઠવાડિયે ભારતીય ન્યાય સંહિતા (BNS), ઑફિશ્યલ સીક્રેટ્સ ઍક્ટ અને ઇન્ફર્મેશન ટેક્નૉલૉજી ઍક્ટ હેઠળ ધરપકડ કરવામાં આવી હતી.

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

પ્રતીકાત્મક ફાઇલ તસવીર


મુંબઈ પોલીસ દ્વારા જાસૂસીના આરોપસર ધરપકડ કરવામાં આવેલા ૨૧ વર્ષના નેવલ ડૉકયાર્ડ ઍપ્રેન્ટિસે શિપબિલ્ડિંગ અને રિપેરિંગ ફૅસિલિટીની અંદર આવેલાં સંવેદનશીલ ઠેકાણાંના આશરે ૯૦ વિડિયો રેકૉર્ડ કર્યા હતા અને શંકાસ્પદ પાકિસ્તાની જાસૂસી ઑપરેટિવ્સ સાથે ગ્રુપ-કૉલમાં ભાગ લીધો હતો એવી માહિતી પોલીસે સોમવારે સ્થાનિક કોર્ટને આપી હતી. આરોપીની પોલીસ-કસ્ટડી લંબાવવાની માગણી કરતી વખતે પોલીસે એ વિગતો રજૂ કરી હતી.

કોલાબાના રહેવાસી આરોપી બન્ટી રામપ્રકાશ મીણાની ગયા અઠવાડિયે ભારતીય ન્યાય સંહિતા (BNS), ઑફિશ્યલ સીક્રેટ્સ ઍક્ટ અને ઇન્ફર્મેશન ટેક્નૉલૉજી ઍક્ટ હેઠળ ધરપકડ કરવામાં આવી હતી. પોલીસની રિમાન્ડ અરજી મુજબ બન્ટી nattuu3 નામના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ યુઝર્સ અને શંકાસ્પદ પાકિસ્તાની જાસૂસી ઑપરેટિવ્સ દ્વારા ચલાવવામાં આવતા વૉટ્સઍપ-નંબરના સંપર્કમાં આવ્યો હતો.



પોલીસે કોર્ટને જણાવ્યું હતું કે ‘બન્ટીએ નેવલ ડૉકયાર્ડની અંદરની સંવેદનશીલ સુવિધાઓના વિડિયો ઉતારીને પાકિસ્તાની જાસૂસી ઑપરેટિવ્સને મોકલ્યા હતા. પોલીસને શંકા છે કે કેટલીક વ્યક્તિઓએ શિપ-મેઇન્ટેનન્સ કંપનીઓના સ્ટાફ તરીકેની ઓળખ આપીને અહીં નેવલ ડૉકયાર્ડમાં આવતાં નૌકાદળનાં જહાજો વિશે માહિતી મેળવી હતી.’


મુંબઈ પોલીસના એક અધિકારીએ જણાવ્યું હતું કે પોલીસ હવે બન્ટી રામપ્રકાશ મીણાના સંપર્કો, વાતચીત, સંભવિત નાણાકીય વ્યવહારો અને એ જાસૂસી નેટવર્કમાં અન્ય કોઈ વ્યક્તિઓ સામેલ છે કે નહીં એની તપાસ કરી રહી છે. તપાસકર્તાઓ ગ્રુપ-કૉલમાં સામેલ અન્ય લોકોની ઓળખ સ્થાપિત કરવા અને માહિતી શૅર કરવાના એ શંકાસ્પદ નેટવર્કનો વ્યાપ જાણવા માટે પ્રયાસો ચાલુ રાખી રહ્યા છે.


Whatsapp-channel Whatsapp-channel

25 November, 2026 12:49 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK