Mumbai Suicide News: થાણેના મુંબ્રા વિસ્તારમાં 18 વર્ષીય તરુણે પોતાની ગર્લફ્રેન્ડ સાથે ઊગ્ર દલીલ થયા બાદ કથિત રીતે આત્મહત્યા કરી લીધી છે.
પ્રતીકાત્મક તસવીર
Mumbai Suicide News: થાણેમાંથી ભયાવહ સમાચાર સામે આવ્યા છે. અહીં ૧૮ વર્ષના તરુણે કથિત રીતે આત્મહત્યા કરીને જીવન ટૂંકાવ્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર આ તરુણે પોતાની ગર્લફ્રેન્ડ સાથે ઝગડો થયા બાદ આ પગલું ભર્યું છે.
થાણે જિલ્લામાંથી આ સમાચાર આવ્યા છે. થાણેના મુંબ્રા વિસ્તારમાં 18 વર્ષીય તરુણે પોતાની ગર્લફ્રેન્ડ સાથે ઊગ્ર દલીલ થયા બાદ કથિત રીતે આત્મહત્યા કરી લીધી છે.
ADVERTISEMENT
મુંબઈ પોલીસ અધિકારીઓએ આ મામલે (Mumbai Suicide News) પુષ્ટિ કરતાં જણાવ્યું હતું કે આ દુઃખદ ઘટના શુક્રવારે મુંબ્રાના અમૃતનગરમાં બનવા પામી છે. વાત કઈંક એમ છે કે આ તરુણ તેની ગર્લફ્રેન્ડ સાથે ફૉન પર વાતચીત કરી રહ્યો હતો. આ બંને જણ ફૉન પર વાત કરતાં કરતાં મતભેદ કરવા લાગ્યા હતા. મતભેદ ઉગ્ર ઝગડામાં ફેરવાઈ ગઈ હતી. આ બોલાચાલી બાદ ઘરમાં જ ફાંસી લગાવીને આ તરુણે આ પગલું ભર્યું છે.
મુંબ્રા પોલીસ સ્ટેશનના એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે પરિવારના સભ્યોએ યુવકને એકદમ અસ્વસ્થ હાલતમાં જોયો. ત્યારબાદ તરત જ પોલીસ અધિકારીઓને જાણ કરવામાં આવી હતી.
ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે મૃતદેહને તાબે (Mumbai Suicide News) લઈને તરત જ પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલ ખસેડ્યો હતો. એવા પણ અહેવાલ મળી રહ્યા છે કે કાયદા અમલીકરણ અધિકારીઓએ આકસ્મિક મૃત્યુનો કેસ નોંધ્યો છે. પ્રાથમિક તપાસમાં એવું જ સામે આવ્યું છે કે ફોન પર ગર્લફ્રેન્ડ સાથે થયેલી ઉગ્ર દલીલ યુવાન પચાવી શક્યો નહોતો. જોકે, અધિકારીઓ હજી આ કેસમાં કયા પરિબળોએ ભાગ ભજવ્યો હતો તેની તપાસ કરી રહ્યા છે.
Mumbai Suicide News: આ વર્ષની શરૂઆતમાં અન્ય એક ઘટનામાં થાણેમાં 38 વર્ષીય અમીન શેખે લોનની ચુકવણીને લઈને કથિત રીતે સતામણીને કારણે પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું. પોલીસે આ કેસમાં એક શંકાસ્પદની ધરપકડ કરી છે અને ભારતીય ન્યાય સંહિતા (બીએનએસ) ની કલમ 108 (આત્મહત્યા માટે ઉશ્કેરણી) હેઠળ ત્રણ વ્યક્તિઓ સામે એફઆઈઆર નોંધી છે. ગણેશપુરી પોલીસ સ્ટેશનના અધિકારીઓએ પીટીઆઈને જણાવ્યું હતું કે શેખે 1.80 લાખ રૂપિયાની લોન લીધી હતી. પરંતુ વ્યાજ સાથે 3.30 લાખ ચૂકવવા છતાં, તેને વધુ ચૂકવણી માટે આરોપીઓની સતામણી અને ધમકીઓનો સામનો કરવો પડ્યો હતો.
આવી જ એક સંબંધિત ઘટનાની વાત કરવામાં આવે તો ઉત્તર પ્રદેશના આગ્રાના 30 વર્ષીય ટેકનિશિયને ફેબ્રુઆરીના અંતમાં કથિત રીતે આત્મહત્યા કરી લીધી હતી, અને તેની પત્ની પર તેને આત્યંતિક પગલું ભરવા દબાણ કરવાનો આરોપ લગાવ્યો હતો. ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ (ટીસીએસ)માં મેનેજર તરીકે કામ કરતા મૃતકના ગયા વર્ષે જાન્યુઆરીમાં લગ્ન થયા હતા.
હતાશ માનસિક સ્થિતિમાં ઘરે પરત ફર્યા બાદ આ યુવકે આત્મહત્યાના નિવેદનમાં મૃત્યુના કારણો નોંધ્યા અને પછી પોતાને ફાંસીએ લટકાવી દીધો.

