ચેન્નઈએ ઓલઆઉટ થઈને આપેલા ૧૫૫ રનના ટાર્ગેટને પાંચ વિકેટે ૧૮.૪ ઓવરમાં ચેઝ કરીને જીત્યું હૈદરાબાદ : આ પહેલાં ચેપૉકમાં હોમ ટીમ સામે પાંચેય મૅચ હાર્યું હતું હૈદરાબાદ : ૪૦૦મી T20 મૅચ રમનાર ધોની બૅટિંગમાં ફ્લૉપ રહ્યો
સનરાઇઝર્સ હૈદરાબાદના બોલર હર્ષલ પટેલે શાનદાર બોલિંગ કરતાં ચેન્નઈ સુપર કિંગ્સની ચાર વિકેટ લીધી હતી.
IPL 2025ની ૪૩મી મૅચમાં સનરાઇઝર્સ હૈદરાબાદે પાંચ વિકેટે જીત મેળવીને ચેન્નઈ સુપર કિંગ્સને ચેપૉક સ્ટેડિયમમાં પહેલી વાર માત આપી હતી. હોમ ટીમ ચેન્નઈ ૧૯.૫ ઓવરમાં માંડ-માંડ ૧૫૪ રન ફટકારીને ઑલઆઉટ થયું હતું. ૨૦૨૩ બાદ તેમની ટીમ પહેલી વાર આ રીતે ધરાશાયી થઈ ગઈ હતી. ઈશાન કિશનની ૪૪ રનની ઇનિંગ્સના આધારે આઠ બૉલ પહેલાં પાંચ વિકેટ ગુમાવીને ૧૫૫ રનનો ટાર્ગેટ ચેઝ કર્યો હતો. વર્ષ ૨૦૧૩થી હૈદરાબાદ ચેપૉક સ્ટેડિયમમાં ચેન્નઈ સામે પાંચેય મૅચ હાર્યું હતું.
ટૉસ હારીને પહેલાં બૅટિંગ કરવા ઊતરનાર ચેન્નઈએ ખરાબ શરૂઆત કરી હતી. ૪.૩ ઓવરમાં જ્યારે ચેન્નઈએ ૩૯ રનના સ્કોર પર બે વિકેટ ગુમાવી ત્યારે તેમના ૧૭ વર્ષના યંગેસ્ટ પ્લેયર આયુષ મ્હાત્રે (૧૯ બૉલમાં ૩૦ રન)એ એક સમય માટે ટીમની ઇનિંગ્સ સંભાળી હતી. જુનિયર એબી ડિવિલયર્સ તરીકે જાણીતા ૨૧ વર્ષના સાઉથ આફ્રિકન બૅટર ડેવોલ્ડ બ્રેવિસે ચેન્નઈ માટે પોતાની પહેલી મૅચ રમતાં એક ચોગ્ગા અને ચાર છગ્ગાની મદદથી પચીસ બૉલમાં ૪૨ રનની ઇનિંગ્સ રમીને સૌને પ્રભાવિત કર્યા હતા.
ADVERTISEMENT
તેણે ચોથી વિકેટ માટે રવીન્દ્ર જાડેજા (૧૭ બૉલમાં ૨૧ રન) સાથે ૨૭ રનની અને પાંચમી વિકેટ માટે શિવમ દુબે (નવ બૉલમાં ૧૨ રન) સાથે ૪૦ રનની ભાગીદારી કરી હતી. સાતમા ક્રમે બૅટિંગ માટે આવેલા દીપક હૂડા (૨૧ બૉલમાં બાવીસ રન)એ ધીરજપૂર્વકની ઇનિંગ્સ રમીને ટીમનો સ્કોર ૧૫૦ રનને પાર પહોંચાડ્યો હતો. આ ફૉર્મેટની ૪૦૦મી મૅચ રમી રહેલો મહેન્દ્ર સિંહ ધોની (૧૦ બૉલમાં ૬ રન) પણ બૅટિંગમાં ફ્લૉપ રહ્યો હતો.
ચેન્નઈએ પોતાની અંતિમ છ વિકેટ ૪૦ રનની અંદર ગુમાવી દીધી હતી. ચેન્નઈ ચેપૉકમાં ૨૦૧૨ અને ૨૦૧૯માં મુંબઈ સામે ઑલઆઉટ થયું છે. તેમણે છ વર્ષ બાદ પોતાના ગઢમાં તમામ વિકેટ ગુમાવી હતી. હૈદરાબાદ માટે ફાસ્ટ બોલર હર્ષલ પટેલ (૨૮ રનમાં ચાર વિકેટ) સૌથી સફળ રહ્યો હતો. અન્ય ફાસ્ટ બોલર્સ પૅટ કમિન્સ અને જયદેવ ઉનડકટે ૨૧-૨૧ રન આપીને બે-બે વિકેટ ઝડપી હતી.
ચેન્નઈ સામે ચાર કૅચ પકડીને ઓપનિંગ માટે ઊતરનાર અભિષેક શર્મા પહેલી જ ઓવરમાં શૂન્યના સ્કોર પર કૅચ આઉટ થતાં હૈદારબાદની શરૂઆત પણ સારી રીતે થઈ નહોતી. ત્રીજા ક્રમે બૅટિંગ માટે આવીને ઈશાન કિશને ૩૪ બૉલમાં પાંચ ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી ૪૪ રનની ઇનિંગ્સ રમીને ૧૨મી ઓવર સુધી ટીમની ઇનિંગ્સ સંભાળી રાખી હતી. તેની ત્રણ નાની ભાગીદારીથી હૈદરાબાદ ૯૦ રનના સ્કોર સુધી પહોંચ્યું હતું. છઠ્ઠી વિકેટ માટે નીતીશ કુમાર રેડ્ડી (૧૩ બૉલમાં ૧૯ રન) અને કામિન્ડુ મેન્ડિસે (૨૨ બૉલમાં ૩૨ રન) રનની અણનમ ૪૯ રન પાર્ટનરશિપ કરીને હૈદરાબાદને જીત અપાવી હતી. ચેન્નઈ તરફથી સ્પિનર નૂર અહમદ (૪૨ રનમાં બે વિકેટ)
IPLમાં કોણ કેટલા પાણીમાં? |
|||||
ટીમ |
મૅચ |
જીત |
હાર |
નેટ રન-રેટ |
પૉઇન્ટ |
ગુજરાત |
૮ |
૬ |
૨ |
+૧.૧૦૪ |
૧૨ |
દિલ્હી |
૮ |
૬ |
૨ |
+૦.૬૫૭ |
૧૨ |
બૅન્ગલોર |
૯ |
૬ |
૩ |
+૦.૪૮૨ |
૧૨ |
મુંબઈ |
૯ |
૫ |
૪ |
+૦.૬૭૩ |
૧૦ |
પંજાબ |
૮ |
૫ |
૩ |
+૦.૧૭૭ |
૧૦ |
લખનઉ |
૯ |
૫ |
૪ |
-૦.૦૫૪ |
૧૦ |
કલકત્તા |
૮ |
૩ |
૫ |
+૦.૨૧૨ |
૬ |
હૈદરાબાદ |
૯ |
૩ |
૬ |
-૧.૧૦૩ |
૬ |
રાજસ્થાન |
૯ |
૨ |
૭ |
-૦.૬૨૫ |
૪ |
ચેન્નઈ |
૯ |
૨ |
૭ |
-૧.૩૦૨ |
૪ |
સૌથી વધુ T20 મૅચ રમનાર ભારતીય |
|
રોહિત શર્મા |
૪૫૬ |
દિનેશ કાર્તિક |
૪૧૨ |
વિરાટ કોહલી |
૪૦૮ |
એમ. એસ. ધોની |
૪૦૦ |
રવીન્દ્ર જાડેજા |
૩૪૧ |
4
આટલામી વાર IPLમાં ઇનિંગ્સના પહેલા બૉલ પર વિકેટ લીધી મોહમ્મદ શમીએ, સૌથી વધુનો રેકૉર્ડ કર્યો.

