આ મહિલાએ ૧૯ નવેમ્બરે બાળકને જન્મ આપ્યો હતો અને ૨૪ નવેમ્બરે તેને હૉસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી
લોકોએ ગામવાસીઓને મળતી અપૂરતી સુવિધાઓ બદલ કમેન્ટ્સ કરીને રોષ ઠાલવ્યો હતો.
ગામડાંઓમાં રહેતા લોકોને સરકારી સુવિધાઓ પૂરતા પ્રમાણમાં મળતી ન હોવાનો અનુભવ પાલઘર જિલ્લાના અંતરિયાળ ગામમાં રહેતી એક મહિલાને થયો હતો. આ મહિલાએ ૧૯ નવેમ્બરે બાળકને જન્મ આપ્યો હતો અને ૨૪ નવેમ્બરે તેને હૉસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. તેને ઍમ્બ્યુલન્સમાં ઘરે મોકલવામાં આવી હતી, પણ ઍમ્બ્યુલન્સના ડ્રાઇવરે મહિલા અને તેના નવજાત બાળકને ગામથી બે કિલોમીટર દૂર ઉતારી દીધી હતી. સોશ્યલ મીડિયા પર વાઇરલ થયેલા આ બનાવના વિડિયોમાં સ્પષ્ટ દેખાતું હતું કે મહિલા ચાલી પણ નહોતી શકતી અને તેની મદદે કોઈ આવ્યું પણ નહોતું. અનેક લોકોએ ગામવાસીઓને મળતી અપૂરતી સુવિધાઓ બદલ કમેન્ટ્સ કરીને રોષ ઠાલવ્યો હતો.


