એક સ્થાનિક ફૅક્ટરીમાંથી કેમિકલ ભરીને નીકળેલા ટૅન્કરને સ્પીડબ્રેકરના કારણે ઝટકો લાગતાં કેમિકલ રસ્તા પર ઢોળાયું હતું
પ્રતીકાત્મક તસવીર
પાલઘર જિલ્લાના વાડા તાલુકામાં ગુરુવારે સવારે રસ્તા પરથી પસાર થતા એક ટૅન્કરમાંથી ઝેરી કેમિકલ લીક થવાની ઘટના સામે આવી હતી. આ ઝેરી કેમિકલના સંપર્કમાં આવવાથી ગૂંગળામણ અને શ્વાસ લેવામાં તકલીફ થતાં ૩ લોકોને સ્થાનિક હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
એક સ્થાનિક ફૅક્ટરીમાંથી કેમિકલ ભરીને નીકળેલા ટૅન્કરને સ્પીડબ્રેકરના કારણે ઝટકો લાગતાં કેમિકલ રસ્તા પર ઢોળાયું હતું. રસાયણ પ્રસરી જતાં આસપાસના વિસ્તારમાં અેની તીવ્ર અસર જોવા મળી હતી. કેમિકલ હવામાં
ADVERTISEMENT
ભળતાં જ નજીકમાં હાજર ૩ વ્યક્તિઓને શ્વાસ લેવામાં ભારે તકલીફ, ગૂંગળામણ અને આંખોમાં બળતરાની ફરિયાદ ઊભી થઈ હતી. બનાવની જાણ થતાં જ ત્રણેય અસરગ્રસ્તોને તાત્કાલિક નજીકની હૉસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.
