Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ધ્યાન રાખજો : નકલી રેલવન ઍપથી ટિકિટ બુક કરતી વખતે ફસાઈ ન જવાય

ધ્યાન રાખજો : નકલી રેલવન ઍપથી ટિકિટ બુક કરતી વખતે ફસાઈ ન જવાય

Published : 22 June, 2026 10:18 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

AC લોકલમાં ટિકિટ-ચેકિંગ દરમ્યાન મુસાફર નકલી રેલવન ઍપ વાપરતો પકડાયો

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


ઍર-કન્ડિશન્ડ (AC) લોકલ ટ્રેનમાં ટિકિટ-ચેકિંગ ડ્રાઇવ દરમ્યાન રેલવેની નકલી ટિકિટિંગ ઍપ્લિકેશન પકડાઈ હતી, જે આબેહૂબ ઑફિશ્યલ રેલવન (RailOne) પ્લૅટફૉર્મ જેવી જ દેખાતી હતી. આ ઘટના સામે આવ્યા બાદ સબર્બન રેલવે નેટવર્કમાં ડિજિટલ ટિકિટ ફ્રૉડને લઈને નવી ચિંતા ઊભી થઈ છે.

શુક્રવારે બપોરે કમર્શિયલ-કમ-ટિકિટ ક્લર્ક (CCTC) અરવિંદકુમાર દાદરથી બપોરે ૩.૨૪ વાગ્યે ઊપડતી AC લોકલ ટ્રેનમાં ટિકિટ ચેક કરી રહ્યા હતા. ચેકિંગ દરમ્યાન એક મુસાફરે મોબાઇલ ઍપ પર ટિકિટ બતાવી હતી. પ્રથમ દૃષ્ટિએ આ ટિકિટ બિલકુલ અસલી લાગતી હતી, પરંતુ ઝીણવટપૂર્વક જોતાં ચેકર અરવિંદકુમારના ધ્યાનમાં આવ્યું કે ટિકિટના ફોન્ટ અને ઓવરઑલ લુક ઑફિશ્યલ રેલવન ઍપના સ્ટાન્ડર્ડ ફૉર્મેટ કરતાં થોડા અલગ હતા.



આ ઍપનો ઇન્ટરફેસ રેલવનની રેગ્યુલર ઍપ જેવો નહોતો. યુઝર્સને સામાન્ય બુકિંગ-પ્રક્રિયાને બદલે નકલી ઍપ્લિકેશનમાં સીધા જ મુસાફરી શરૂ કરવાનું સ્ટેશન, અંતિમ સ્ટેશન, મુસાફરીની તારીખ, અંતર અને મુસાફરોની સંખ્યા દાખલ કરવાના ઑપ્શન આવતા હતા. આ બધી વિગતો ભરતાંની સાથે જ ઍપ સ્ક્રીન પર એક ટિકિટ જનરેટ કરતી હતી જે અદ્દલ અસલી રેલવન ટિકિટ જેવી જ દેખાય છે.


જોકે ઍપ્લિકેશન દ્વારા જનરેટ થયેલો અનરિઝર્વ્ડ ટિકિટિંગ સિસ્ટમ (UTS) નંબર ટિકિટ-ચેકિંગ સ્ટાફ પાસે રહેલા હૅન્ડ-હેલ્ડ ટર્મિનલ (HHT) મશીન દ્વારા વેરિફાય કરવામાં આવ્યો ત્યારે જણાયું કે UTS નંબર ૧૮ જૂને ઇશ્યુ કરાયેલી સેકન્ડ ક્લાસની ટિકિટનો હતો અને એ ૨૦ જૂને મુસાફર દ્વારા કરવામાં આવી રહેલી AC લોકલની મુસાફરી સાથે બિલકુલ મેળ ખાતો નહોતો.
રેલવેએ મુસાફરોને ફસાવનારી આવી નકલી ઍપથી સાવધાન રહેવા જણાવ્યું છે અનેએ  ઍપ સામે તપાસ શરૂ કરી છે.


Whatsapp-channel Whatsapp-channel

22 June, 2026 10:18 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK