Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > કોયના ડૅમનું ૬૭ TMC પાણી મુંબઈ લાવવાની યોજના

કોયના ડૅમનું ૬૭ TMC પાણી મુંબઈ લાવવાની યોજના

Published : 23 November, 2026 09:09 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

વીજઉત્પાદન બાદ અરબી સમુદ્રમાં વહી જતા વધારાના પાણીને અન્ડરગ્રાઉન્ડ ટનલ અને પાઇપલાઇન દ્વારા મુંબઈ લાવવામાં આવશે

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


રાજ્યના હાઇડ્રોઇલેક્ટ્રિક પ્રોજેક્ટમાંથી વધારાનું પાણી વાળવાના પ્રસ્તાવનો અમલ કરવામાં આવે તો મુંબઈને કોયના ડૅમમાંથી ૬૭ થાઉઝન્ડ મિલ્યન ક્યુબિક ફીટ (TMC) જેટલું વધારાનું પીવાનું પાણી મળશે. મહારાષ્ટ્ર સરકાર વીજઉત્પાદન બાદ હાલમાં દરિયામાં વહી જતા આ પાણીને અન્ડરગ્રાઉન્ડ ટનલ અને પાઇપલાઇન મારફત મુંબઈ લાવવાની શક્યતા ચકાસી રહી છે.
મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસની અધ્યક્ષતામાં યોજાયેલી ઉચ્ચ સ્તરીય બેઠક બાદ જળસંપત્તિ પ્રધાન ગિરીશ મહાજને આ પ્રસ્તાવની વિગતો શૅર કરી હતી. મુંબઈની વધતી જતી વસ્તી અને આગામી ૫૦ વર્ષની પાણીની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને શહેરના વૉટર સપ્લાય ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત બનાવવાના ઉપાયો વિશે આ બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી.
આ બેઠકમાં ચર્ચાયેલા મુખ્ય પ્રસ્તાવોમાંનો એક રત્નાગિરિ જિલ્લાના ચિપળૂણ તાલુકાના કોયના હાઇડ્રોઇલેક્ટ્રિક પ્રોજેક્ટમાં વીજઉત્પાદન પછી છોડવામાં આવતા પાણીના ઉપયોગનો હતો. હાલમાં કોયના પ્રોજેક્ટના પાણીનો ઉપયોગ વીજળી ઉત્પન્ન કરવા માટે થાય છે અને ત્યાર બાદ એ પાણી વશિષ્ઠી નદીમાં છોડવામાં આવે છે, જ્યાંથી એ આખરે અરબી સમુદ્ર તરફ વહી જાય છે. સરકાર હવે એ તપાસી રહી છે કે આ પાણીને અન્ડરગ્રાઉન્ડ વૉટર ટનલ અને પાઇપલાઇનના નેટવર્ક દ્વારા મુંબઈ તરફ કેવી રીતે વાળી શકાય.
આ સૂચિત યોજનાથી મુંબઈની પીવાના પાણીની જરૂરિયાતો માટે લગભગ ૬૭ TMC જેટલું વધારાનું પાણી ઉપલબ્ધ થઈ શકે છે. જો એનો અમલ થશે તો શહેરના વર્તમાન વૉટર સપ્લાય નેટવર્કમાં એ એક મોટો ઉમેરો સાબિત થઈ શકે છે. 


Whatsapp-channel Whatsapp-channel

23 November, 2026 09:09 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK