Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > હવે અંધેરી સ્ટેશન પર બનશે પૉડ હોટેલ

હવે અંધેરી સ્ટેશન પર બનશે પૉડ હોટેલ

Published : 20 March, 2026 11:41 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

નેસ્કોમાં થતા એક્ઝિબિશન અને ફેર માટે આવતા લોકોને એનો લાભ મળશે

મુંબઈ સેન્ટ્રલ સ્ટેશને આપવામાં આવતી પૉડ હોટેલ ફૅસિલિટીનો મુસાફરો દ્વારા ભરપૂર ઉપયોગ કરવામાં આવે છે.

મુંબઈ સેન્ટ્રલ સ્ટેશને આપવામાં આવતી પૉડ હોટેલ ફૅસિલિટીનો મુસાફરો દ્વારા ભરપૂર ઉપયોગ કરવામાં આવે છે.


મુસાફરોની સુવિધા માટે અને વધતી જતી ડિમાન્ડને ધ્યાનમાં રાખીને વેસ્ટર્ન રેલવેએ અંધેરી સ્ટેશન પર સ્લીપિંગ પૉડ (પૉડ હોટેલ) ઊભા કરવાનો નિર્ણય લીધો છે. સ્ટેશનના બીજા માળે આ પ્રોજેક્ટ માટે ૫૦૦૦ ચોરસફુટ જગ્યા ફાળવવામાં આવી છે. આ સાથે બીજી જરૂરી ફૅસિલિટી ઊભી કરવા માટે ૫૦૦થી ૬૦૦ ચોરસફુટની વધારાની જગ્યા માટે પણ પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે.
ગોરેગામમાં નેસ્કો સેન્ટર અને એની આસપાસ મોટા પાયે એક્ઝિબિશન, ટ્રેડ ફેર અને વિવિધ કાર્યક્રમો યોજવામાં આવતા હોય છે. આ કાર્યક્રમોમાં મુંબઈ અને રાજ્યની બહારથી મોટી સંખ્યામાં લોકો હાજરી આપે છે. આવા સમયે મુસાફરોને સસ્તા દરે અને નજીકમાં રહેવાની સુવિધા મળે એ માટે આ વિસ્તારમાં પૉડ હોટેલ બનાવવાની માગણી લાંબા સમયથી કરવામાં આવી રહી હતી.
મુંબઈ સેન્ટ્રલ ખાતે શરૂ કરાયેલી પૉડ હોટેલની સુવિધાને મુસાફરો તરફથી ખૂબ જ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. આ હોટેલ ઘણી વાર એની ક્ષમતાના ૯૫ ટકા સુધી ફુલ થઈ જાય છે. આ અનુભવના આધારે અંધેરીમાં આવી સુવિધાઓ પૂરી પાડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

અંધેરી સ્ટેશન પર બીજા માળે એક મોટો ડેક ઉપલબ્ધ છે અને પૅસેન્જર રિઝર્વેશન સિસ્ટમ ઑફિસની નજીકની ખુલ્લી જગ્યા આ પ્રોજેક્ટ માટે યોગ્ય માનવામાં આવે છે. ત્યાં સ્લીપિંગ પોડ્સ બનાવવામાં આવશે. એક વ્યક્તિ માટે બેડ, ચાર્જિંગ પૉઇન્ટ, લાઇટિંગ, AC જેવી વ્યક્તિગત જરૂરી સુવિધાઓ પૂરી પાડે એવી વ્યવસ્થાને પૉડ હોટેલ કહે છે.


Whatsapp-channel Whatsapp-channel

20 March, 2026 11:41 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK