અંધેરીના લોખંડવાલા કૉમ્પ્લેક્સમાં બાઇક પર સ્ટન્ટ કરનારા એક ઇન્ફ્લુએન્સરની વર્સોવા પોલીસે ધરપકડ કરી હતી
ઇન્ફ્લુએન્સર અંશ ચોપડા
અંધેરીના લોખંડવાલા કૉમ્પ્લેક્સમાં બાઇક પર સ્ટન્ટ કરનારા એક ઇન્ફ્લુએન્સરની વર્સોવા પોલીસે ધરપકડ કરી હતી. અંશ ચોપડા નામનો આ ઇન્ફ્લુએન્સર બાઇક પર જુદા-જુદા સ્ટન્ટ કરીને સોશ્યલ મીડિયા પર પોસ્ટ કરે છે. ગયા અઠવાડિયે અંશે એક પોસ્ટ શૅર કરી હતી જેમાં તે રસ્તા પર બેફામ ડ્રાઇવિંગ કરે છે જેને લીધે તેના પોતાના અને આજુબાજુથી પસાર થનારાઓનો જીવ જોખમમાં મૂકતો હોવાથી એક સ્થાનિક રહેવાસીએ પોલીસ-ફરિયાદ કરી હતી. આ જાગ્રત નાગરિકે પોલીસને ઇન્ફ્લુએન્સરે પોસ્ટ કરેલો વિડિયો બતાવ્યો હતો, જેમાં તેણે બાઇક ચલાવતી વખતે હેલ્મેટ પણ નહોતી પહેરી. ફરિયાદના આધારે વર્સોવા પોલીસે ઇન્ફ્લુએન્સરની ધરપકડ કરી હતી. થોડા સમય બાદ તેને નોટિસ આપીને છોડી મૂકવામાં આવ્યો હતો.

