Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > આશાતાઈનો નહીં, મરાઠી ભાષાનો શોકસંદેશ વંચાયો

આશાતાઈનો નહીં, મરાઠી ભાષાનો શોકસંદેશ વંચાયો

Published : 24 June, 2026 08:26 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

વિધાનસભામાં સ્પીકર રાહુલ નાર્વેકરે દીનાનાથ મંગેશકરને દીનદયાલ મંગેશકર તરીકે સંબોધ્યા એને પગલે રાજ ઠાકરે ઊકળી ઊઠ્યા

વિધાનસભામાં સ્પીકર રાહુલ નાર્વેકર

વિધાનસભામાં સ્પીકર રાહુલ નાર્વેકર


મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના પ્રમુખ રાજ ઠાકરેએ મંગળવારે મહારાષ્ટ્ર વિધાનસભાના સ્પીકર રાહુલ નાર્વેકર પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે ગૃહમાં લેજન્ડરી સિંગર આશા ભોસલેના શોકપ્રસ્તાવનું વાંચન કરતી વખતે ભૂલ કરવા બદલ એને મરાઠી ભાષાનું અપમાન ગણીને સ્પીકરની આકરી આલોચના કરી હતી.

રાહુલ નાર્વેકરે આશા ભોસલેના પિતા દીનાનાથ મંગેશકરને દીનદયાલ મંગેશકર તરીકે સંબોધ્યા હતા. એમ છતાં ગૃહમાં હાજર એક પણ વિધાનસભ્યને આ બાબતે વાંધો ઉઠાવવાનું યોગ્ય નહોતું લાગ્યું. રાજ ઠાકરેએ સોશ્યલ મીડિયા પર એક આકરી પોસ્ટ શૅર કરતાં લખ્યું કે આ આશા ભોસલે માટે નહીં પરંતુ ‘મરાઠી ભાષા માટેનો શોકસંદેશ’ હતો.



રાજ ઠાકરેએ પોસ્ટમાં જણાવ્યું હતું કે ‘પદ્‍મવિભૂષણ આશા ભોસલેને શ્રદ્ધાંજલિ આપવા માટેનો પ્રસ્તાવ રજૂ કરતી વખતે સ્પીકર રાહુલ નાર્વેકરે જે રીતે મરાઠી ભાષાની ગરિમા હણી છે અને તેઓ લખેલું લખાણ પણ યોગ્ય રીતે વાંચી શક્યા નથી એ જોઈને અત્યંત ગુસ્સો અને વેદના થાય છે. જો રાહુલ નાર્વેકરે આ પ્રસ્તાવ સ્વાહિલી કે હિબ્રૂ ભાષામાં આપ્યો હોત તો પણ કોઈ ફરક ન પડત, કારણ કે તેમની મરાઠી ભાષા કોઈને સમજાઈ જ નહોતી. તે જે કાગળમાંથી વાંચી રહ્યા હતા એમાં શું ભેળ ખાધી હતી કે બરાબર વંચાયું નહીં.’


Whatsapp-channel Whatsapp-channel

24 June, 2026 08:26 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK