સિદ્ધાંત કપૂરને ૨૫ નવેમ્બરે પોલીસ-તપાસ માટે હાજર રહેવા કહેવામાં આવ્યું છે
સિદ્ધાંત કપૂર
બૉલીવુડની ઍક્ટ્રેસ શ્રદ્ધા કપૂરના ભાઈ સિદ્ધાંત કપૂરને અન્ડરવર્લ્ડ ગૅન્ગસ્ટર દાઉદ ઇબ્રાહિમની ડ્રગ-પાર્ટીઓ સંબંધિત તપાસના સંદર્ભમાં મુંબઈ પોલીસના ઍન્ટિ-નાર્કોટિક્સ સેલ (ANC) દ્વારા સમન્સ મોકલવામાં આવ્યો છે.
બૉલીવુડની સેલિબ્રિટીઝ સાથે ફોટો પડાવવા માટે ફેમસ ઓરીને આ કેસમાં સમન્સ મોકલ્યા બાદ હવે સિદ્ધાંત કપૂરને ૨૫ નવેમ્બરે પોલીસ-તપાસ માટે હાજર રહેવા કહેવામાં આવ્યું છે. ઓરીએ પણ ૨૦ નવેમ્બરે હાજર રહેવાનો સમન્સ હોવા છતાં ૨૫ નવેમ્બર સુધીની મુદત માગી છે.


